CricketSports

IPL Auction Live: રાશિદ ખાનને 9 કરોડ, ઈશાંત શર્મા અને મલિંગા ન વેચાયા

અફઘાની ક્રિકેટર રાશિદ 9 કરોડમાં વેચાયો

  • રાશિદ ખાનને હૈદરાબાદે નવ કરોડ રુપિયામાં ખરીદ્યો છે.
  • અમિત મિશ્રા 4 કરોડમાં વેચાયો. દિલ્હીની ટીમમાં રમશે મિશ્રા.
  • 2.20 કરોડમાં વેચાયો અંબાતી રાયડુ, ચેન્નૈ સુપર કિંગ્સે ખરીદી
  • રાજસ્થાન રોયલ્સે જોસ બટલરને 4.4 કરોડમાં ખરીદ્યો
  • બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને મુંબઈ ઈન્ડિયન્સે 2.20 કરોડમાં ખરીદ્યો
  • ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિંસને 5.40 કરોડમાં મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો
  • ઉમેશ યાદવને RCBએ 4.2 કરોડમાં ખરીદ્યો
  • ઈશાંત શર્મા, મિશેલ મેક્સલેગનને કોઈ ખરીદદાર ન મળ્યો
  • કાગિસો રબાડાને દિલ્હીએ 4.2 કરોડમાં ખરીદ્યો
  • મલિંગાને ખરીદવામાં કોઈએ રસ ન બતાવ્યો

 

  • લંચ બ્રેક બાદ વિકેટ કિપર્સની હરાજી શરુ થઈ હતી. પહેલું નામ પાર્થિવ પટેલનું આવ્યું હતું, પરંતુ તેને ખરીદવામાં કોઈએ રસ નહોતો દાખવ્યો.
  • સાઉથ આફ્રિકાના ક્વિન્ટ ડિ કોકને બેંગલોરે 2.8 કરોડમાં ખરીદ્યો હતો.
  • વૃદ્ધિમાન સાહાને હૈદરાબાદે 5 કરોડમાં ખરીદ્યો.
  •  દિનેશ કાર્તિક 7.4 કરોડમાં વેચાયો. કેકેઆરે કાર્તિકને ખરીદ્યો.
  •  નમન ઓઝાને ખરીદવામાં કોઈએ રસ ન બતાવ્યો.
  •  રોબિન ઉથપ્પાને 6.4 કરોડ રુપિયામાં કેકેઆરે ખરીદી લીધો.
  •  સંજુ સેમસન 8 કરોડ રુપિયામાં વેચાયો. રાજસ્થાન રોયલ્સે સેમનનને ખરીદ્યો.

કેદાર જાધવ 7.8 કરોડમાં વેચાયો

ઓસ્ટ્રલિયન ઓલરાઉન્ડર શેન વોટ્સનને ચેન્નૈએ 4 કરોડમાં ખરીદ્યો છે. કેદાર જાધવ 7.8 કરોડમાં ચેન્નૈએ ખરીદ્યો. યુસુફ પઠાણને હૈદરાબાદે 1.9 કરોડમાં ખરીદ્યો છે. ન્યૂઝિલેન્ડના ઓલરાઉન્ડર કોલિન મનરોને દિલ્હીએ 1.9 કરોડમાં ખરીદ્યો. સ્ટૂઅર્ટ બિન્ની માત્ર 50 લાખમાં વેચાયો છે. તેને રાજસ્થાને ખરીદ્યો.

મનીષ પાંડે પણ 11 કરોડમાં વેચાયો

મનીષ પાંડે પર બેસ પ્રાઈસ 1 કરોડ રુપિયાથી બોલી લગાવવાની શરુ કરાઈ હતી. તેની બોલી એક સમયે 7.40 કરોડ સુધી પહોંચી હતી. બેંગ્લોર અને પંજાબ વચ્ચે તેને ખરીદવા ટક્કર જામી હી. જોકે, હૈદરાબાદે તેના માટે 10 કરોડની બોલી લગાવી, કેકેઆરે તેનાથી પણ વધુ બોલી લગાવી હતી. પરંતુ આખરે 11 કરોડ રુપિયામાં સનરાઈઝર્સે પાંડેને ખરીદી લીધો હતો.

KL રાહુલ 11 કરોડમાં વેચાયો

કેએલ રાહુલ સૌથી મોંઘો વેચાનારો ભારતીય ખેલાડી બન્યો છે. તેને કિંગ્સ ઈલેવન પંજાબે 11 કરોડમાં ખરીદ્યો છે. આ સિવાય કરુણ નાયરને 5.6 કરોડમાં પંજાબે ખરીદ્યો છે. જ્યારે, યુવરાજને પણ બે કરોડમાં પંજાબે ખરીદ્યો છે. ડેવીડ મિલરને પણ 3 કરોડમાં, એરોન ફિંચને 6.2 કરોડમાં પંજાબે જ ખરીદ્યો છે. બ્રેન્ડન મેક્કુલમને આરસીબીએ 3.6 કરોડમાં ખરીદ્યો. જેસન રોય 1.5 કરોડમાં દિલ્હીએ ખરીદ્યો. કેકેઆરે ક્રિસ લિનને 9.6 કરોડમાં ખરીદ્યો છે.

IPLની આગામી સીઝન માટે ખેલાડીઓની હરાજી શરુ થઈ ગઈ છે. સ્ટાર ક્રિકેટર્સને ખરીદવા માટે વિવિધ ટીમોમાં ગળાકાપ હરિફાઈ ચાલી રહી છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં ભારતીય ખેલાડીઓ કરતા વિદેશી ખેલાડીઓ ઘણી ઉંચી કિંમતે ખરીદાઈ રહ્યા છે.

મેક્સવેલ 9 કરોડમાં વેચાયો

માર્કી પ્લેયર્સનો સેટ પૂરો થયો. સૌથી મોઘો બેન સ્ટોક્સ 12.5 કરોડમાં રાજસ્થાન રોયલ્સ દ્વારા ખરીદાયો. મિશેલ સ્કાર્ટ 9.4 કરોડમાં કેકેઆરે ખરીદ્યો. મેક્સવેલને 9 કરોડમાં દિલ્હીએ ખરીદ્યો. યુવરાજને 2 કરોડમાં કિંગ્સ ઈલેવન પંજાબે ખરીદ્યો. વિલિયમનસને 3 કરોડમાં હૈદરાબાદે ખરીદ્યો. ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટને કોઈએ ન ખરીદ્યો. બ્રાવોને 6.4 કરોડમાં ચેન્નૈએ ખરીદ્યો. ગૌતમ ગંભીર 2.8 કરોડમાં વેચાયો, દિલ્હીએ ખરીદ્યો.

હરભજન 2 કરોડ

ઓફ સ્પીનર હરભજન સિંહની બોલી માટે બે કરોડની બેસિક પ્રાઈસ લગાવાઈ હતી. જોકે, કોઈ ટીમે તેની વધુ બોલી ન લગાવતા આખરે બે કરોડ રુપિયામાં જ ચેન્નૈ સુપર કિંગ્સે હરભજનને ખરીદી લીધો હતો.

બેન સ્ટોક્સ

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ માટે ચેન્નૈ સુપર કિંગ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબમાં ટક્કર જામી હતી. તેના માટે પંજાબે 10 કરોડની બોલી પણ લગાવી હતી. કેકેઆરે સ્ટોક્સ માટે 10.5 કરોડ, અને કિંગ્સ ઈલેવને 11 કરોડની બોલી લગાવી હતી. આખરે, રાજસ્થાન રોયલ્સે 12.5 કરોડમાં તેને ખરીદ્યો હતો.

સ્ટાર્ક 9.4 કરોડમાં વેચાયો

ઓસ્ટ્રેલિયન પેસર મિશેલ સ્ટાર્કની બોલી 2 કરોડની બેસીક પ્રાઈસથી શરુ થઈ હતી. કેકેઆરે તેના માટે 9 કરોડની બોલી લગાવી હતી. આખરે, તેને 9.4 કરોડમાં કેકેઆરે ખરીદ્યો હતો.

અકિંજ્ય રહાણે, ફાફ ડુ પ્લેસિસ

અકિંજ્ય રહાણેને 4 કરોડ રુપિયામાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે. ફાફ ડુ પ્લેસીસને ચેન્નૈ સુપર કિંગ્સે 1.5 કરોડ રુપિયામાં ખરીદ્યો.

શિખર ધવન

શિખર ધવન માટે મુંબઈ ઈન્ડિયન્સે પાંચ કરોડની બોલી લગાવી હતી. કિંગ્સ ઈલેવન અને રાજસ્થાન રોયલ્સે પણ તેના માટે 4 કરોડની બોલી લગાવી હતી. જોકે, તેને 5.2 કરોડમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ખરીદ્યો હતો.

આર અશ્વિન

ધવન કરતા આર અશ્વિનની વધુ કિંમત ઉપજી છે. તેને 7.6 કરોડમાં કિંગ્સ ઈલેવન પંજાબે ખરીદ્યો હતો. તેની બેસ પ્રાઈઝ બે કરોડ હતી.

ક્રિસ ગેલને કોઈએ ન ખરીદ્યો

ક્રિસ ગેલ પર બે કરોડ રુપિયા બેસ પ્રાઈઝથી બોલી લગાવવાની શરુ થઈ હતી. જોકે, આઈપીએલની એકેય ટીમે વેસ્ટ ઈન્ડિઝના આ બેટ્સમેનને ખરીદવામાં કોઈ રસ નહોતો દાખવ્યો.

કીરોન પોલાર્ડ

કિરોન પોલાર્ડ માટે દિલ્હીએ 5.4 કરોડની બોલી લગાવી હતી. મુંબઈ ઈન્ડિયન્સે તેને આરટીએમનો ઉપયોગ કરી ખરીદ્યો હતો.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker