નશામાં ચૂર હતો પતીઃ પત્ની સાથે કર્યો એવો શારીરીક અત્યાચાર કે ક્યારેય માફ ન કરી શકાય

નશો એક એવી ખરાબ લત છે કે જેની જાળમાં ફસાઈને માણસ કંઈપણ કરી બેસે છે. ઘણીવાર આપણે નશાની ખોટી લતના કારણે અનેક પરિવારોને બરબાદ થતા જોયા છે. જો કે, આજે એવી એક ઘટના સામે આવી છે કે જેને જાણીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે.

ઘટના છે રાજકોટ જિલ્લાની, અહીંયા એક વ્યક્તિએ દારૂ પી અને તેની પત્ની સાથે મારામારી કરી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે નશામાં ચૂર પતીએ તેની પત્નીને કહ્યું કે, હવે તારી સાથે મજા નથી આવતી એમ કહીને ગુપ્તાંગમાં બચકા ભર્યા હતા.

પતિના આ ત્રાસથી કંટાળી ગયેલી પત્નીએ ફિનાઈલ પી અને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, સમયસર તેણીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી જેથી તેનો જીવ બચી ગયો હતો.

રાજકોટની ભાગોળે રહેતી પરિણીતાને તેના પતિએ દારૂ ઢીચી, મારકૂટ કરી ત્રાસ ગુજારતા તેણીએ ફ્નિાઈલ પી લેતા હોસ્પીટલે ખસેડાઈ છે પતિએ ગુપ્તાંગમાં બચકા ભર્યાનો આક્ષેપ કરતા તાલુકા પોલીસે અટકાયતી પગલા લીધા છે. પરણીતાની ફરિયાદ બાદ પોલીસ પણ એક્શનમાં આવી છે અને પોલીસે આરોપી પતીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Scroll to Top