રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ ધનરજની કોમ્પ્લેક્સમાં સ્લેબ તૂટતા અનેક લોકો ફસાયા

રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ ધનરજની કોમ્પ્લેક્સમાં સ્લેબ તૂટવાની ઘટના સામે આવી છે. દિવાળીની ખરીદીના માહોલ વચ્ચે દુકાનની છત તૂટી પડતા વેપારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. તેમ છતાં આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા હતા.

જ્યારે યાજ્ઞિક રોડ પર આવેલ ધનરજની કોમ્પ્લેક્સમાં સ્લેબ તૂટતા નીચે અનેક દુકાનો દબાઈ ગઈ હતી. આ દુકાન તૂટતા જ અનેક લોકો તેમાં દબાઈ ગયા હતા. આ ઘટના બનતા જ સ્થાનિક લોકો દ્વારા રાહતનું કામ શરુ કરી દેવામાં આવ્યું હતું. તેમાં ફસાયેલ લોકોને સ્થાનિક લોકો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.

આ સિવાય ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવા છતાં તે એક કલાકે આવી હતી. તેમ છતાં સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી કરતા અનેક લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમ છતાં કોઈ જાનહાની ના થતા લોકો દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો. જયારે ફાયર બ્રિગેડની ટીમ આવી ગયા મોટાપાયે રેસ્ક્યુ કામગીરી શરુ કરી દેવામાં આવી હતી. જ્યારે આ દરમિયાન સ્લેબ બે ટુ વ્હીલર પર પડતા નુકસાન થયું હતું.

Scroll to Top