મુંબઇ: રાજ કુંદ્રા પોર્ન મૂવી કેસની તપાસ કરી રહેલી મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાંચના સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યુ છે કે તેમના હાથમાં આરોપી ઉમેશ કામત તરફથી બનાવવામાં આવેલા આશરે 70 વીડિયો લાગ્યા છે. જાણકારી આપવામાં આવી કે આ તમામ વીડિયો કામતે અલગ-અલગ પ્રોડક્શન હાઉસની મદદથી બનાવ્યા હતા.
બીજી તરફ સૂત્રોએ એમ પણ જણાવ્યુ કે હોટશોટ એપ પર અપલોડ કરવામાં આવેલા 20 મિનિટથી 30 મિનિટ સુધીના કુલ 90 વીડિયો પણ ક્રાઇમ બ્રાંચના હાથ લાગ્યા છે. મુંબઇ ક્રાઇમ બ્રાંચની પૂછપરછ દરમિયાન રાજ કુંદ્રાને આ વીડિયો બતાવવામાં આવ્યા જે ઉમેશ કામતે બ્રિટનની પ્રોડક્શન કંપની કેનરિનને મોકલ્યા હતા.
ક્રાઇમ બ્રાંચનું કહેવુ છે કે પૂછપરછ દરમિયાન રાજ કુંદ્રા સતત દાવો કરી રહ્યા છે કે તે પોર્ન વીડિયો નહતા બનવતા પણ અન્ય ઓટીટી પ્લેટફોર્મ પર આવનારા ઇરોટિક વીડિયોની જેમ વીડિયો બનાવતા હતા.
પૂછપરછ દરમિયાન રાજ કુંદ્રાના સાથી અને આઇટી હેડ રાયન થોર્પેએ તપાસ અધિકારીઓને જણાવ્યુ કે આ પુરા રેકેટમાં તેમનો રોલ કુંદ્રા અને અન્ય સ્ટાફને એમ જણાવવાનો હતો કે કઇ રીતે ટેકનિકલ વસ્તુઓથી સાવચેતી રાખીને તે કાયદાથી બચી શકે છે. રાજ કુંદ્રાના બે ઓફિસ વિઆન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને એલજી સ્ટ્રીમિંગ પર રેડ કરવામાં આવી છે.