હાલમાં જ મળતી માહિતી મુજબ રાજકોટમાંથી એક અગત્ય ના સમાચાર સામે આવ્યા છે અને આ મુજબ જાણવા મળ્યું છે કે ભાજપ જ ભાજપ નું વિરોધી થયું છે.ત્યારે હવે ભાજપ ના વળતાં પાણી દેખાવવા મંડ્યા છે.ગુજરાતમાં ભાજપની આંતરિક સ્થિતિ ભરેલા દાવાનળ જેવી છે.
આંતરિક વિખવાદ હોવા છતાં સપાટી પર સબસલામતની સ્થિતિ બતાવવાની ભરપુર કોશિશ કરવામાં આવે છે.પણ જસદણમાં ભાજપનો આંતરિક વિવાદ સપાટીએ પહોંચ્યો છે. ભાજપના જ એક નેતા ભાજપના બીજા નેતા સામે વિરોધ કરી રહ્યા છે. એટલે કે હવે પોતાની પાર્ટીના સભ્ય નેજે બીજા સભ્યનું કામ નથી ગમતું.ભાજપ માં હવે આંતરિક ડખા શરૂ થયા છે.
એક બાજુ ગુજરાતમાં કોંગ્રેસ ભાજપ ને દરેક નાની મોટી ભૂલ ને સાચવી ને બેસી રહ્યું છે જ્યાં ભાજપ નું ગાબડું પડે ત્યાં કોંગ્રેસ પોતાની માટી નાખે છે.ત્યારે રાજકોટ માંથી આવાત ઘણું બંધુ કહે છે.ભાજપના નેતા પોપટ રાજપરા જ જસદણમાં વિરોધ નોંધાવી રહ્યા છે.
પોપટ રાજપરાનો મેસેજ વાઈરલ થયો છે.પોપટ રાજપરા જસદણ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન છે.તેમનો ભરત બોઘરા વિશેનો મેસેજ વાઈરલ થતા ભાજપમાં આંતરિક જંગ છેડાઈ ગયો છે.અંદરો અંદર ના આ ડખા આગળ જતાં ઘણાં ઘણો વિશાળ રૂપ ધારણ કરી શકે છે.ત્યારે હવે આના પર કોંગ્રેસ ની શી પ્રતિક્રિયા રેહશે તે જોવા જેવું હશે.
એક બાજુ જ્યારે કોંગ્રેસ ભાજપ ની ભૂલો શોધી રહી છે ત્યારે હવે રાજકોટ નો આ ડખો કોંગ્રેસ માટે ઘણું સારું સાબિત થઈ શકે છે.અહીં વિવાદ માં એવું છે કે ભરત બોઘરાને રાજકોટ જિલ્લા પ્રમુખ બનાવવાની ચર્ચા ચાલી રહી છે.ત્યારે આ મેસેજમાં પોપટે કહી રહ્યા છે કે ભરત બોઘરાને જિલ્લા પ્રમુખ કેવી રીતે બનાવી શકાય. પેટા ચૂંટણીમાં ભરત બોઘરાએ પાર્ટી વિરુદ્વ કામ કર્યુ છે.
આ આક્ષેપોની સાથે સાથે ભરત બોઘરા પર મેસેજમાં ભ્રષ્ટાચારના પણ આક્ષેપ કરાઈ રહ્યા છે.ત્યારે સમગ્ર ગુજરાત માં આ વાત વાયુ વેગે ફેલાઈ છે અને આ મુદ્દો ખૂબ ઉચકાયો છે.ભાજપ ના નેતાજ પાર્ટી ના અન્ય નેતા પાર આક્ષેપ લગાવી રહ્યા છે.