OMG! સાઉથની આ એક્ટ્રેસે શાહિદ કપૂર સાથે ફિલ્મ કરવાનો કર્યો ઈનકાર

બોલિવુડ એક્ટર શાહિદ કપૂર તેમની બ્લોકબસ્ટર ફિલ્મ કબીર સિંહની સફળતા પછી તેમની આગામી ફિલ્મ જર્સી જે સાઉથની રિમેક છે તેમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને ફિલ્મ હજુ પોસ્ટ પ્રોડક્શન તબક્કામાં છે. ફિલ્મમાં શાહિદ કપૂરની સાથે લીડ રોલમાં મૃણાલ ઠાકુર નજર આવશે. પરંતુ શું તમને ખબર છે મૃણાલ ઠાકુર આ ફિલ્મ માટે પ્રથમ પસંદગી હતી નહિ. આ ફિલ્મમાં મૃણાલ ઠાકુર પહેલા નિર્માતાઓએ કર્ણાટક ક્રશ રશ્મિકા મંદાનાને પસંદ કરી હતી.

તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન આ વાતનો ખુલાસો થયો છે. એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ ચોંકાવનારી માહિતી આપતા જણાવ્યું કે, તેણે શાહિદ કપૂરની સાથે ફિલ્મ જર્સી હિન્દી રિમેક માટે ઓફર મળી હતી. જો કે, રશ્મિકાએ આ ઓફર ઠુકરાવી દીધી હતી. એટલું જ નહિ આ ઓફર ના સ્વીકારવાનું કારણ રશ્મિકાનું વ્યસ્ત શેડ્યૂલ નથી. તેણે જણાવ્યું કે, તે ફિલ્મના લીડ એક્ટ્રેસના રોલ સાથે ન્યાય કરી શકશે નહિ. એટલું જ નહિ રશ્મિકાએ આગળ જણાવ્યું કે, તે ક્યારેય એવો રોલ પ્લે કરશે નહિ જેના માટે તેને એવું અનુભવ થાય કે તે તેની સાથે ન્યાય કરી શકશે નહિ.

નાની સ્ટારર તેલુગુની રિયલ ફિલ્મમાં એક્ટ્રેસ શ્રદ્ધા શ્રીનાથે આ રોલ પ્લે કર્યો હતો. ત્યારબાદ નિર્માતાઓએ આ ફિલ્મ માટે મૃણાલ ઠાકુરને ફાઇનલ કરી છે. રશ્મિકા મંદાના હવે તેનું બોલિવુડ ડેબ્યૂ એક્ટર સિધ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર ફિલ્મ મિશન મજનૂ સાથે કરવાની છે. આ સિવાય તે અમિતાભ બચ્ચન સ્ટાર ફિલ્મ ગુડબાયમાં લીડ રોલ પ્લે કરી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન વિકાસ બહલ કરી રહ્યા છે અને ફિલ્મ એકતા કપૂરના બાલાજી મોશન પિક્ચર બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે.

Scroll to Top