ચીનની સ્માર્ટફોન કંપની શાઓમીએ આજે ભારતમાં Redmi Note 5 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન 3GB RAM/ 32GB સ્ટોરેજ અને 4GB RAM/64GB સ્ટોરેજ, એમ બે વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. કિંમત ક્રમશઃ 9,999 રૂપિયા અને 11,999 રૂપિયા રાખવામાં આવી છે. તેનું પ્રથમ સેલ 22 ફેબ્રુઆરીએ શરૂ થશે. ગ્રાહકોને જિઓ તરફથી 2200 રૂપિયાનું કેશબેક અને એરટલ તરફથી વધારાનો ડેટાનો પણ લાભ મળશે.
Redmi Note 5માં 5.99 ઇંચની ફુલ એચડી પ્લસ સ્ક્રીન આપવામાં આવી છે અને તેનું ડિસ્પ્લે એસ્પેક્ટ રેશિયો 18:9નો છે. એટલે કે એક હદ સુધી તમે બેજલ લેસ સ્માર્ટફોન કહી શકો છો. તેમાં પણ તમે 2.5ડી કર્વ્ડ ગ્લાસ મળે છે. તે અલગ અલગ વેરિઅન્ટ મેમરી પણ અલગ છે. 3GB રેમની સાથે 32GB મેમરી મળે છે. જ્યારે 4GB રેમની સાથે 64GBની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. માઈક્રો એસડી કાર્ડ દ્વારા તમે તેની મેમરી વધારી પણ શકો છો.
ઉલ્લેખનીય છે કે, Xiaomi Redmi Note 5 ગયા વર્ષે લોન્ચ કરવામાં આવેલા Redmi Note 4નું અપગ્રેડ વેરિયન્ટ છે. આ ફોન બ્લેક, ગોલ્ડ, રોઝ ગોલ્ડ અને બ્લૂ કલર વેરિયન્ટમાં મળશે.
Meet #RedmiNote5 and #RedmiNotePro – RT to win 1, we’re giving away 5 #GiveMe5 pic.twitter.com/mP5nYqMZpl
— Redmi India (@RedmiIndia) February 14, 2018
શાઓમીએ આ સ્માર્ટફોનને 9999 રુપિયાની પ્રાથમિક કિંમતે લોન્ચ કર્યો છે. 3GB રેમ/32GB વેરિયન્ટની કિંમત 9999 રુપિયા જ્યારે 4GB RAM/64GB વેરિયન્ટની કિંમત 11,999 રુપિયા છે. કંપનીએ એક અલ્ટ્રા સ્લિમ કેસ પણ ઓફર કર્યો છે, જે ફોન સાથે ગ્રાહકોને ફ્રી મળશે.
Redmi Note 5 Proના 6GB RAM તેમજ 64GB સ્ટોરેજની કિંમત 16999 રુપિયા છે. 4GB RAM/64GB સ્ટોરેજની કિંમત 13,999 રુપિયા છે. કંપનીએ લોન્ચ ઈવેન્ટમાં જાણકારી આપી કે બન્ને સ્માર્ટફોનની ખરીદી પર Jio ગ્રાહકોને 2200 રુપિયાનું કેશબેક પણ આપશે.
#RedmiNote5Pro 4GB + 64GB variant will be priced at INR 13,999 #GiveMe5 pic.twitter.com/nKtJowgzl8
— Redmi India (@RedmiIndia) February 14, 2018
Redmi Note 5માં 5.99 ઈંચની સ્ક્રીન આપવામાં આવશે જેનું રિઝોલ્યુશન 2160×1080 પિક્સલ હશે. સાથે જ 18:9 આસ્પેક્ટ રેશિયો હશે. ફોનમાં પ્રીમિયમ મેટલ બોડી આપવામાં આવી છે, અને રેડમી નોટ4થી તે ઘણો પાતળો છે. આ સ્માર્ટફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 625 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
કેમેરાની વાત કરીએ તો ફોનમાં અપર્ચર f/2.2, 1.25 માઈક્રોન પિક્સલ સાઈઝ, PDF અને એક LED ફ્લેશ કેમેરા આપવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે કેમેરાથી અંધારામાં પણ સારી ક્વોલિટીનો ફોટો ક્લિક કરી શકાશે. ફ્રંટ કેમેરા પણ LED લાઈટ સાથે આપવામાં આવ્યો છે.
સ્માર્ટફોનમાં 4000mAh બેટરી આપવામાં આવી છે. ફોનનું ડાઈમેન્શન 158.50X75.45X8.05 મિલીમીટર અને વજન 180 ગ્રામ છે. ફોનમાં દરેક સ્ટાન્ડર્ડ કનેક્ટિવિટી ફીચર આપવામાં આવ્યા છે, જેમકે 4G LTE, Wi-fi, Bluetooth, GPS, Micro-USB વગેરે.
ક્વૉલકોમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર સાથે આવનારો આ દુનિયાનો પહેલો સ્માર્ટફોન છે. લેટેસ્ટ ક્રાયો 260CPU આપવામાં આવ્યું છે, જેનાથી ફોનનું પર્ફોમન્સ ઘણું સારું બનશે. રેડમી નોટ સીરિઝનો સૌથી ફાસ્ટ પર્ફોમન્સ વાળો ફોન છે. આ ફોનમાં 6GB LPDDR4X રેમ છે. કંપનીનો દાવો છે કે આનાથી બેટરી પર્ફોમન્સ વધશે. આ ફોન બ્લેક, રોઝ ગોલ્ડ, ગોલ્ડ અને બ્લૂ કલરમાં મળશે.
ફોનમાં રિયલ ડ્યુલ 12મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલ કેમેરા સેટઅપ છે. કેમેરામાં ઈલેક્ટ્રોનિક ઈમેજ સ્ટેબલાઈઝેશન આપવામાં આવ્યું છે. ડ્યુઅલ ફ્રંટ કેમેરા 20 મેગાપિક્સલ છે અને કંપનીનું કહેવું છે કે આ ફોનમાં ઓછી લાઈટમાં પણ સેલ્ફી ક્લિક કરી શકાય છે. કેમેરા સાથે LED સેલ્ફી લાઈટ પણ છે. બ્યૂટિફાઈ 4.0 મોડ પણ આપવામાં આવ્યો છે, જે ફ્રંટ અને રિયર બન્ને કેમેરાને સપોર્ટ કરે છે. ફોનમાં ફેસઅનલોકનો ફીચર છે. ફોનને પાવર આપવા માટે 4000MAh બેટરી આપવામાં આવી છે