રેગિસ્તાનમાં બનાવવામાં આવ્યું હતું મૂવી થિયેટર, પરંતુ ન લાગી કોઈ ફિલ્મ: ખુરશીઓ આજે પણ હયાત

Outdoor Movie Theater of Sinai Desert: માનવની કારીગરી પણ ખૂબ જ અનોખી હોય છે. માણસ પ્રાચીન કાળથી જ આવી ઘણી ઇમારતો બનાવતો આવી રહ્યો છે, જે આજે પણ એક રહસ્ય જેવું જ છે. આજે અમે તમને આવી જ એક અનોખી જગ્યા વિશે જણાવીશું, જેના વિશે જાણીને તમે ચોક્કસ દંગ રહી જશો. આજે અમે તમને એક ફિલ્મ થિયેટર (Movie Theater) વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ મૂવી થિયેટર રેગિસ્તાન (Movie Theater in Desert) ની મધ્યમાં બનાવવામાં આવ્યું હતું.

ઇજિપ્તના રણમાં બનાવવામાં આવેલ છે અનોખું ફિલ્મ થિયેટર: જિપ્તના સિનાઇ દ્વીપકલ્પની દક્ષિણમાં એક રણ છે. જ્યાં પર્વતમાળાની તળેટીમાં આ અનોખું ફિલ્મ થિયેટર બનાવવામાં આવ્યું હતું. તમને આ મૂવી થિયેટરનું દ્રશ્ય થોડું વિચિત્ર લાગતું હશે. તમે પણ વિચારતા હશો કે રણમાં કેવી રીતે ફિલ્મ થિયેટર બનાવવામાં આવ્યું અને આજ સુધી તેમાં કોઈ ફિલ્મ ચલાવવામાં આવી નથી. તમે ફોટામાં રણની મધ્યમાં ઘણીં બધી ખુરશીઓ દેખાઈ રહી હશે .

ઘણા બધા વર્ષોથી આ મૂવી થિયેટર ખંડેર હાલતમાં: ઘણા બધા વર્ષોથી આ મૂવી થિયેટર ખંડેરમાં ફેરવાઈ ગયેલ પડ્યું છે. હવે આ સ્થળ માત્ર પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. આ થિયેટર ફ્રાન્સના એક વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ વ્યક્તિને ભાંગ પીવાનું પસંદ હતું. તેની પાસે ઘણા પૈસા હતા, જેને તે વેડફવા માંગતો હતો. કહેવાય છે કે તે એક દિવસ તેના મિત્રો સાથે સિનાઇ રણની મુલાકાત લેવા ગયો હતો. તેની સાથે તે સિનેમા હોલનો તમામ સામાન લઈ ગયો હતો.

પૈસા બગાડવા માટે ઉદ્ધત માણસે બનાવ્યું થિયેટર: તે પોતાના પૈસા બગાડવામાં માટે એટલો બધો મશગુલ હતો કે તેને કાહિરા માંથી ઘણી જૂની સીટો અને એક જનરેટર મંગાવીને એક વિશાળ સ્ક્રીન લગાવી. તેને આ સ્થળને ફિલ્મ થિયેટરમાં બદલી દીધું. અને હવે આ મૂવી થિયેટર બસ રાત્રના સમયે શરૂ જ કરવાની તૈયારી હતી. જો કે, આવું થઈ શક્યું નહીં, કારણ કે ત્યાંના સ્થાનિક લોકોને આ સનકી વ્યક્તિનો સિનિમાઘર નો વિચાર પસંદ આવ્યો ન હતો. આ પછી ત્યાંના સ્થાનિક લોકોએ જનરેટરમાં તોડફોડ કરી દીધી હતી. ત્યારબાદ આ મૂવી થિયેટર ખંડેર હાલતમાં જ પડ્યું છે, જ્યાં આજ સુધી એક પણ ફિલ્મ ચલાવવામાં આવી નથી.

Scroll to Top