સપા સરકારમાં થયેલા રિવરફ્રંટ કૌભાંડ મામલે સીબીઆઇએ મોટી કાર્યવાહી કરી છે. લખનઉં, કોલકાતા, અલવર, સીતાપુર, રાયબરેલી, ગાજિયાબાદ, નોઇડા, મેરઠ, બુલંદશહર, ઇટાવા, અલીગઢ, એટા, ગોરખપુર, મુરાદાબાદ અને આગ્રામાં એક સાથે રેડ કરવામાં આવી છે. 13 જિલ્લામાં રેડ, 42 સ્થળો પર તપાસ થઇ રહી છે. સીબીઆઇએ કેટલાક સુપરિટેન્ડેટ એન્જિનિયર પર કેસ દાખલ કર્યો છે.
સીબીઆઇ લખનઉંની એન્ટી કરપ્શન બ્રાંચના આદેશ પર સિંચાઇ વિભાગ તરફથી લખનઉંના ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા કેસને આધાર બનાવીને 30 નવેમ્બર 2017માં નવો કેસ દાખલ કરવામાં આવ્યો હતો,
આમાં સિંચાઇ વિભાગના તત્કાલીન મુખ્ય એન્જિનિયર (સેવાનિવૃત) ગુલેશ ચંદ, એસએન શર્મા અને કાજિમ અલી, તત્કાલીન એન્જિનિયર (હવે સેવાનિવૃત) શિવ મંગલ યાદવ, અખિલ રમન, કમલેશ્વર સિંહ અને રૂપ સિંહ યાદવ તથા એન્જિનિયર સુરેશ યાદવનું નામ સામેલ છે. સીબીઆઇએ પોતાની તપાસ પણ શરૂ કરી દીધી છે.
સીબીઆઇ હવે આ આરોપની તપાસ કરી રહી છે કે પ્રોજેક્ટ હેઠળ નિર્દારિત કાર્ય પૂર્ણ કર્યા વગર સ્વીકૃત બજેટની 95 ટકા રકમ કેવી રીતે ખર્ચ થઇ ગઇ? પ્રાથમિક તપાસ અનુસાર પ્રોજેક્ટમાં મનમાની રીતે ખર્ચ બતાવીને સરકારી ધનનો દૂરઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ લગભગ 1513 કરોડ રૂપિયાનો હતો જેમાંથી 1437 કરોડ રૂપિયા ખર્ચ થઇ ગયા બાદ પણ 60 ટકા કામ પણ પુરૂ થઇ શક્યુ નહતું. એવો આરોપ પણ છે કે જે કંપનીને આ કામને ઠેકો આપવામાં આવ્યો હતો તે પહેલાથી ડિફોલ્ટર હતી.