રાજકોટમાં સતત રોડ અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. આજે રાજકોટના કાલાવાડ રોડ પર એક મોટો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 મેડિકલ વિદ્યાર્થીઓના કરૂણ મોત થયા છે. ઘટનાની વિગતો જોઈએ તો રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર 3 મેડિકલ વિદ્યાર્થીઓ કાર લઈને જઈ રહ્યા હતા. પરંતુ અચાનક જ આ કાર બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ખૂબ જ ખરાબ રીતે કાર બસ સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ બોલાઈ ગયો હતો. આ તમામ મેડિકલ વિદ્યાર્થીઓ ખીરસરા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાં વિઝીટ માટે ગયા હતા.
આ 3 લોકોના ઘરે સમગ્ર ઘટનાની જાણ થતા પરિવાર સહિત સમગ્ર વિસ્તતારમાં શોકનો માહોલ ફેલાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, સમગ્ર ઘટનામાં બસ ચાલકનો કો વાંક નહોતો પરંતુ આ કાર વધુ ઝડપે રોડ પર ચાલી રહી હતી અને કારચાલકે અચાનક જ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા આ ઘટના સર્જાઈ હતી.
ST બસ અને કાર વચ્ચે અકસ્માત થતા કાર બસની આગળના ભાગમાં અંદર ઘુસી ગઇ હતી જેને બહાર કાઢવા માટે JCBની મદદ લેવી પડી હતી અને JCBની મદદથી કારને બસ નીચેથી બહાર કાઢી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.