કહેવાય છે કે, એક માં પોતાના બાળક માટે થઈને મોત સાથે હાથ મિલાવી શકે છે. અને આપણે કેટલીય વાર એવા કિસ્સાઓ જોયા છે કે, એક દિકરાને જન્મ આપવા માટે માં મોત સામે ઝઝુમતી હોય છે અને મોતને હાથતાળી આપીને પોતાના બાળકને જન્મ આપતી હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, હરિયાણાથી.
હરિયાણાના બહાદુરગઢમાં 20 દિવસ પહેલા જે બાળકને ડોકટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો, ભગવાને તે બાળકની માતાની પ્રાર્થના સાંભળી અને તે ફરી શ્વાસ લેવા લાગ્યો. હવે તે બાળક સંપૂર્ણ રીતે સાજો થઈ ગયો છે.
6 વર્ષના બાળકને મૃત જાહેર કર્યા બાદ બહાદુરગઢના આ પરિવારમાં અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી. આ સમય દરમિયાન, બાળકની માતા વારંવાર તેના માથા પર ચુંબન કરીને ઉઠીજા મારા બેટા, ઉઠીજા મારા બેટા બોલી રહી હતી. અચાનક જ કોઈ ચમત્કાર થયો અને બાળકે શ્વાસ લેવાનું શરૂ કરી દીધું. આ જોઈને તરત જ પરિવારના લોકો બાળકને લઈને રોહતકની એક હોસ્પિટલે દોડી ગયા.
બાળકના દાદા વિજય શર્માએ જણાવ્યું કે, મારા પૌત્રના મોત બાદ રાત્રે બોરી અને બરફની વ્યવસ્થા કરી દિધી હતી. મહોલ્લાના લોકોને સવારે સ્મશાન ઘાટ પર પહોંચવા માટે કહી દેવામાં આવ્યું હતું પરંતુ ચમત્કાર થઈ ગયો. માં એ કહ્યું કે, ભગવાને મારા દિકરામાં ફરીથી શ્વાસ પૂર્યા છે. હવે કૃણાલ સ્વસ્થ છે. આ બાળક પોતાના બાળમીત્રો સાથે રમી રહ્યો છે અને ડાન્સ પણ કરી રહ્યો છે.
બાળક સ્વસ્થ થઈ ઘરે પહોંચ્યો ત્યારે આખા ગામમાં ખુશીનો માહોલ છવાયો હતો. બાળકના દાદા તેને ભગવાનનો ચમત્કાર ગણાવી રહ્યા છે અને તેણે કહ્યું કે દેવે તેના પુત્રનો ફરીથી શ્વાસ આપ્યો છે. આનાથી માત્ર પરિવાર જ નહીં પરંતુ આખું ગામ ખૂબ ખુશ છે. તમને જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિ બેભાન થઈ જાય છે અથવા જો ધબકારા અને પલ્સ બંધ થઈ જાય તો તેને મોં દ્વારા શ્વાસ આપવામાં આવે છે જેને સીપીઆર કહેવામાં આવે છે. તે હૃદય અને મગજ સર્કુલેશનમાં પણ મદદ કરે છે.