ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં 15 વર્ષ જૂના એક કેરીના ઝાડ પર 121 પ્રકારના ફળ ઉગ્યા બાદ તે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. આ અનોખો પ્રયોગ 5 વર્ષ પહેલા ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો. આના ઉત્પાદનનો ઉદ્દેશ્ય નવી પ્રકારની કેરીઓ વિકસિત કરવાનો હતો અને તેના સ્વાદ સાથે પ્રયોગ કરવાનો હતો.
સહારનપુર સ્થિત એક અધિકારીએ જણાવ્યું કે, પ્રયોગનો ઉદ્દેશ્ય નવા પ્રકારની કેરીઓની સમીક્ષા કરવાનો હતો. સહારનપુર પહેલાથી જ કેરીનું નંબર વન ઉત્પાદક છે. આ ફ્રૂટ બેલ્ટમાં કેરીની ખેતી હંમેશા કરવામાં આવે છે. આના કારણે અહીંયા નવા પ્રકારની કેરીઓ પર શોધ થઈ છે.
અહીંયા કેરીની 121 પ્રજાતી ઉગાડવામાં આવી છે. એક સ્થાનિક અધિકારીએ કહ્યું કે, સ્વદેશી કેરીના ઝાડની શાખાઓ પર વિભિન્ન પ્રકારની કેરીઓ લગાવવામાં આવી. ઝાડની દેખેખ માટે એક નર્સરી પ્રભારી નિયુકત કરાયા હતા. હવે આ ઝાડ પર દશહરી, લંગડા, ચૌંસા, રામકેલા, આમ્રપાલી, સહારનપુર અરુણ, સહારનપુર વરુણ, સહારનપુર સૌરભ, સહારનપુર ગૌરવ અને સહારનપુર રાજીવ સહિતની વિભિન્ન પ્રકારની કેરીઓ ઉગે છે.