દુનિયાભરમાં એવા કેટલાય અજીબો-ગરીબ લોકો જોવા મળતા હોય છે કે, જ્યારે લોકો પોતાના અનોખા કારનામાઓથી બધાને હેરાન કરી દે છે. જી હાં, કંઈક આવું જ કારનામું એક મહિલાએ કરી બતાવ્યું છે જેણે સૌથી મોટું મોઢુ ખોલવાનો ગીનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. 31 વર્ષની સામંથા રૈમ્સડેલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
સામંથાએ પોતાના મોઢાની સાઈઝનો વિડીયો બનાવીને ઈન્ટરનેટ પર પોસ્ટ કર્યો છે. આ વિડીઝ દ્વારા તેણે દુનિયાના સૌથી મોટા મોઢા વાળી મહિલાનો ગિનીઝ રેકોર્ડ બનાવવામાં મદદ મળી છે. એક ગીનીઝ અધિકારીએ જ્યારે તેનું મોઢુ માપ્યું તો તે 2.56 ઈંચ હતું. સામંથાએ કહ્યું કે, પહેલા મારા મોટા મોઢાને લઈને લોકો મારી મજાક ઉડાડતા હતા. પરંતુ જ્યારે તે ગીનીઝમાં નોંધાયું તો હવે ગર્વની વાત છે. તે પોતાના મોઢાથી એક સાથે એકસાથે ઘણા બધા ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈ શકે છે.
ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ અનુસાર, રૈમ્સડેલના ટિકટોક પર 1.7 મિલિયન ફોલોઅર્સ છે અને તેમણે આઈજૈક જોનસનની સાથે વિડીયો પણ બનાવ્યા છે. Isaac Johnson ના મોઢાની ગેપ 4 ઈંચ સુધી ખુલે છે. આ એક મોટો રેકોર્ડ છે. સામંથાએ કહ્યું કે, આના પર ગર્વ છે અને આ અમારી સૌથી મોટી સંપત્તિ છે.