સાનિયા મિર્ઝા-શોએબ મલિકના છૂટાછેડાની પુષ્ટિ થઈ! ટેનિસ સ્ટારે દુબઈનું ઘર છોડી દીધું

ભારતીય ટેનિસ સુપરસ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના છૂટાછેડાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું ન હતું, પાકિસ્તાન અને UAEના મીડિયા દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે બંને હવે અલગ થઈ ગયા છે અને 12 વર્ષનું લગ્નજીવન પૂરું થઈ ગયું છે. જોકે હજુ સુધી શોએબ મલિક કે સાનિયા મિર્ઝા દ્વારા આ વિશે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝના રિપોર્ટ અનુસાર, શોએબ મલિક અને સાનિયા મિર્ઝા હવે અલગ થઈ ગયા છે. બંને તેમના પુત્ર ઇઝાન મલિકને સહ-પેરેન્ટિંગ કરી રહ્યા છે. પરંતુ બંને હવે અલગ થઈ ગયા છે અને સાથે રહેતા નથી.

સાનિયાએ તેનું દુબઈ ઘર છોડી દીધું!

ખલીજ ટાઈમ્સ અનુસાર, સાનિયા મિર્ઝા અને શોએબ મલિક દુબઈના એક વિલામાં સાથે રહેતા હતા. પરંતુ હવે સાનિયા મિર્ઝાએ આ ઘર છોડીને પોતાનું અલગ ઘર લીધું છે. જેથી તે દુબઈમાં રહીને પોતાના પુત્રને સહ-પેરેન્ટ કરી શકે.

પાકિસ્તાની મીડિયામાં દાવો કરવામાં આવ્યો છે કે શોએબ મલિક અને સાનિયા મિર્ઝાના નજીકના મિત્રોએ પુષ્ટિ કરી છે કે તેઓ હવે સાથે નથી. પાકિસ્તાની પત્રકાર અબ્દુલ મજીદ ભટ્ટીએ જિયો ન્યૂઝને જણાવ્યું કે, 2012માં જ્યારે બાંગ્લાદેશમાં ટી-20 વર્લ્ડ કપ ચાલી રહ્યો હતો ત્યારે બંને અલગ થવા માંગતા હતા પરંતુ તે પછી પરિવારે બંનેને સમજાવ્યા હતા ત્યારબાદ બંને સાથે રહ્યા હતા.

આ પહેલા બુધવારે (9 નવેમ્બર) એક નજીકના મિત્રએ પણ પુષ્ટિ કરી હતી કે તેમના છૂટાછેડા નક્કી થઈ ગયા છે, તેઓ પણ અલગ રહી રહ્યા છે. શોએબ મલિક હાલમાં પાકિસ્તાનમાં છે, જ્યાં તે ટીવી ચેનલ માટે ટી-20 વર્લ્ડ કપ 2022 માટેની પેનલનો ભાગ છે. આ કારણે તે અત્યારે દુબઈ જઈ શકે તેમ નથી.

Scroll to Top