વડોદરાઃ જય માતાજી.. જય રાજપૂતાના. આજ રોજ જાડેજા સંજયસિંહ, હાલ બરોડા પીએસઆઇ તરીકે ફરજ બજાવતાં. તેઓએ જે આત્મહત્યા કરી છે. આવો બાહોશ, નીડર અને કોઇ પણ નબળા માણસને હિંમત દેનારો વ્યક્તિ આવું કરી જ ના શકે. તેની પાછળ બીજુ કોઇ પણ કારણ હોઇ શકે એવું અમારુ માનવું છે. કામનું ભારણ હોઇ શકે અથવા તેના ઉપલી અધિકારી જે એલ.એન. વોરા, પીઆઇ છે તેનો રોલ હોઇ શકે તેવું મારુ માનવું છે.
PI વોરાના ત્રાસથી સંજયસિંહે કરી આત્મહત્યા, મિત્રનો આક્ષેપ
બીજી એક વાત એલ.એન. વોરા આને પહેલા પણ અગાઉ તેના વિરૂદ્ધ તપાસ ચાલુ છે. આની ન્યાયિક તપાસ કરી યોગ્ય પગલાં ભરવા તેવી મારી વિનંતી છે. ફાયનાન્સિયલી કોઇ તકલીફ નથી. ઘરે પોતે સુખી હતા. હું તેના કુટુંબને છેલ્લા 20 વર્ષથી વ્યક્તિગત ઓળખું છું. સંજયભાઇને છેલ્લા 15 વર્ષથી, મારી ભેગા બોર્ડિંગમાં ભણતા. આની ઉપર તેના અધિકારી એલ.એન.વોરા હોઇ શકે તેવું મારુ માનવું છે.
કારણકે, તેનું માનસિક પ્રેસર અને ટોર્ચર હતું તેવું અમને જાણવા મળ્યું છે અને અવારનવાર તેઓ પોતાના મિત્રોને ફોન કરી પોતાની વ્યથા આપતાં. તો આ માહિતી વધુમાં વધુ ભાઇઓ શેર કરી આપણો અવાજ ઠેઠ ગાંધીનગર સુધી પહોંચાડી અને પ્રદીપસિંહ જાડેજાને વિનંતી છે કે આમાં તમે પોતાની યોગ્ય તપાસ કરી યોગ્ય ન્યાય મળે તેવી અમારી વિનંતી છે. જય માતાજી
જાડેજા મારી પાસે નોકરીમાં જ ન હતા
પીએસઆઇ જાડેજા 2 માસની પોલીસ ટ્રેનીંગમાં હતા તે પછી એક માસ સુધી સયાજીગંજમાં નોકરી કરી હતી. 8 સપ્ટેમ્બરથી તેમની ડીસીબીમાં બદલી થઇ હતી. મારી સામે કોઇએ આરોપ લગાવ્યા છે, તેની મને જાણ નથી તેઓ મારી પાસે નોકરીમાં જ ન હતા તો હું ત્રાસ કયાંથી આપું. – હરેશ વોરા, પીઆઇ, સયાજીગંજ પોલીસ
7 ભાઇ બહેનો વચ્ચેનો સૌથી નાનો હતો
ચાર બહેનો અને ત્રણ ભાઇમાનો સૌથી નાનો હતો. મારો ભાઇ ખૂબ મજાકીયો સ્વભાવ ધરવાતો વ્યક્તિ હતો. દોઢ મહિના પહેલા છેલ્લી વાર ઘરે આવ્યો હતો. ગઇકાલે બપોરે તેને ફોન કરી પપ્પાની તબીયત વિશે વાત કરી હતી. જ્યારથી વડોદરા આવ્યો હતો મારો ભાઇ ત્યારથીજ ટેનશનમાં રહેતો હોય તેુ લાગતું. – ભૂપતસિંહ જાડેજા, મૃતક પી.એસ.આઇના ભાઇ
પીએસઆઈના આપઘાત બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. પીએસઆઈ અલકાપુરી પોલીસ ચોકીમાં ફરજ બજાવી રહ્યા હતા. આપઘાત પહેલા પીએસઆઈએ એક સુસાઈડ નોટ પણ લખી હતી.
મળતી માહિતી પ્રમાણે સુસાઈડ પહેલા પીએસઆઈએ ડાયરીમાં સુસાઈડ નોટી લખી હતી. પીએસઆઈએ ડાયરીમાં નોંધ્યું છે કે, “મારાથી પીએસઆઈની નોકરી થાય તેમ નથી, મને માફ કરજો.”
આપઘાત કરી લેનાર પીએસઆઈની ચાર દિવસ પહેલા જ એટલે કે 12મી સપ્ટેમ્બરના રોજ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાંથી ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી હતી. આ અંગેનો આદેશ વડોદરા શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતે કર્યો હતો. પીએસઆઈને તાત્કાલિક ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું હતું.
ગોળી મારતા પહેલા ડાયરીમાં નોંધ કરી.
પીએસઆઈ અલકાપુરી પોલીસ ચોકી ખાતે ફરજ બજાવતા હતા.
પીએસઆઈના આપઘાતથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા.