રિલીઝ પહેલા જ સંજુ 100 કરોડ કલેક્શન, બોક્સ ઓફિસ પર તહેલકો

રણબીર કપૂરની ફિલ્મ સંજુ આ શુક્રવારે દેશભરમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. કહેવામાં આવે છે કે આ ફિલ્મ સૌથી મોટી ફિલ્મ તરીકે ઉભરી શકે છે. ફિલ્મ રિલીઝ પહેલા જ રણબીર કપૂરના વખાણ થઇ રહ્યા છે. એટલા માટે આશા રાખવામાં આવી રહી છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે. આ ફિલ્મ પાસે 300 કરોડ રૂપિયાના કલેક્શનની આશા રાખવામાં આવી રહી છે.

રાજકુમાર હિરાનીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 80 કરોડ રૂપિયાના બજેટ પર તૈયાર થયી છે. જયારે 20 કરોડ રૂપિયા ફિલ્મ પ્રોમોશન પર ખર્ચ કરવામાં આવ્યા છે. એટલા માટે ફિલ્મને બોક્સ ઓફિસ પર હિટ થવા માટે ઓછામાં ઓછું 150 કરોડની કમાણી કરવી પડશે. જે હાલમાં આ ફિલ્મ માટે મુશ્કિલ નથી દેખાઈ રહ્યું.

જો કમાણી વિશે વાત કરવામાં આવે તો ફિલ્મના રાઈટ્સ પહેલાથી જ ભારે કિંમત પર વેચાઈ ચુક્યા છે. ફિલ્મે રિલીઝ પહેલા જ 100 કરોડની કમાણી કરી લીધી છે. એટલે કે ફિલ્મનું બજેટ નીકળી ચૂક્યું છે. ટ્રેડ પંડિતો અનુસાર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 25 કરોડ સુધીની જોરદાર ઓપનિંગ કરશે.

રાજકુમાર હિરાની પોતાની દરેક ફિલ્મમાં જાન લગાવી દે છે, પછી તે મુન્ના ભાઈ હોય, 3 ઇડિયટ હોય કે પછી પીકે હોય. દરેક ફિલ્મોમાં શાનદાર કહાની સાથે એક સંદેશ પણ હોય છે. એટલા માટે આ ફિલ્મ પાસે પણ ઘણી આશા રાખવામાં આવી રહી છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here