GujaratNewsSurat

સુરતમાં તોડફોડ-આગચંપી બાદ પોલીસે રાયોટિંગના બે ગુના નોંધ્યા, વરાછામાં સિટી-BRTS બસ બંધ

સુરતઃ અમદાવાદમાં પાસના નેતા હાર્દિક પટેલની ધરપકડ બાદ સુરતના પાસના અગ્રણી અલ્પેશ કથીરિયાની વર્ષ 2015ના રાજદ્રોહ ના કેસમાં ધરપકડ કરવામાં આવતાં તેના વિરોધમાં મોડીરાતે પાસના કાર્યકરો ભડકી ઉઠ્યા હતા. બીઆરટીએસ ડેપોમાં તોડફોડ અને બીઆરટીએસ બસને ફૂંકી મારવામાં આવી હતી. જેથી વાતાવરણ તંગ બની ગયું હતું. હાલ સરથાણા પોલીસ દ્વારા ટોળાં સામે રાયોટિંગના બે અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે. જ્યારે પાટીદાર વિસ્તારમાં સિટી બસ અને બીઆરટીએસ બંધ કરી દેવામાં આવી છે. અને એસટી રૂટને ડાયવર્ટ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા સતત પાટીદાર વિસ્તારમાં પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.

વરાછા, કાપોદ્રા, સરથાણા, યોગીચોક, પુણા વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત તૈનાત

સુરતના પાસના અગ્રણી અલ્પેશ કથીરિયાની વર્ષ 2015ના રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવતાં તેના વિરોધમાં મોડીરાતે 10.30 વાગે કાપોદ્રા શ્યામધામચોક સ્થિત બીઆરટીસ બસ ડેપો પર ટોળા ઘૂસી ગયા હતા. જ્યાં બસ પર પથ્થરમારો કરીને તોડફોડ શરૂ કરી હતી. જેથી બીઆરટીએસ બસને નુકશાન નહીં થાય તે માટે સલામત સ્થળે લઇ જવામાં આવી રહી હતી ત્યારેનજીકમાં જ રસ્તામાં બસ રોકી આગ ચાંપી દેવામાં આવી હતી.

પુણા સીમાડા રોડ પર મહાલક્ષ્મી સોસાયટી પાસે એક કારને અટકાવીને કાચ તોડી નાંખ્યા હતા. યોગીચોકમાં ઠેરઠેર રસ્તા પર ટાયર સળગાવી વિરોધ કર્યો હતો. મામલો તંગ બનતા વરાછા, કાપોદ્રા, સરથાણા, યોગીચોક, પુણા વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો હતો. પોલીસે આ વિસ્તારમાં સતત પેટ્રોંલિંગ શરૂ છે. અને સરથાણા પોલીસ દ્વારા ટોળાં સામે રાયોટિંગના બે અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં સરકારી સંપતિને નુકસાનને લઈને ગુના નોંધવામાં આવ્યો છે.

વરાછામાં સિટી બસ અને બીઆરટીએસ બંધ

મોડીરાતે યોગીચોક સ્થિત વનમાલી જંકશન સહિત બે બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં તોડફોડ કરાઇ હતી. ઉપરાંત સીમાડામાં એક અને સ્વાગત સોસાયટીમાં એક બીઆરટીએસ બસ સ્ટેન્ડના કાચ ટોળા દ્વારા તોડી નાંખવામાં આવ્યા હતા. બસમાં કરાઇ રહેલી તોડફોડને કારણે આજે વરાછામાં સિટી બસ અને બીઆરટીએસની સેવા બંધ રહેશે તેવું પાલિકાના આસિસ્ટન્ટ કમિશનર કમલેશ નાયકે જણાવ્યું હતું.

ઘટનાક્રમ

  • અમદાવાદમાં હાર્દિક સહિત જની અટકાયત
  • મિનીબજીરા ખાતે પાટીદારો અકઠાં થયા
  • હાર્દિક સહિત 9 લોકોને છોડવાની માંગ સાથે પાટીદારો મિનીબજાર ખાતે ઘરણાં પર બેઠાં
  • ઘરણાં બસ બેસેલા લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી
  • વરાછા મેઈન રોડ પર બે કચરા પેટી ઉંધી કરી રોડ બ્લોક કરી દેવામાં આવ્યો
  • પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો અને પેવર બ્લોક રોડ પર નાખ્યા
  • પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો
  • વરાછામાં બીઆરટીએસ અને સિટી બસ સેવા બંધ કરવામાં આવી
  • વરાછા એસટી રૂટ ડાયવર્ટ કરવામાં આવી
  • હાર્દિકનો છૂટકારો થયો અને સુરતના પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની રાજદ્રોહ કેસમાં ધરપકડ કરવામાં આવી
  • ધરપકડના વિરોધમાં લોકોના ટોળાં રસ્તા પર ઉતરી આવ્યા
  • સીમાડા અને યોગીચોક ખાતે કુલ 4 BRTS બસ સ્ટેન્ડમાં તોડફોડ કરાઇ
  • બે બીઆરટીએસના કાચ તોડી નાખવામાં આવ્યા
  • યોગીચોક ખાતે એક બીઆરટીએસમાં આગ ચાંપી દેવામાં આવી
  • પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો
  • પાટીદાર વિસ્તારમાં પોલીસનું સતત પેટ્રોંલીંગ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker