સસુરાલ થી જોડાયેલ આ વાતો ક્યારેય ના કરશો શેર, નહીં તો એવું થશે કે તમે તમારી જાતે પગ પર કુહાડી મારો છો….

મિત્રો દરેક છોકરીઓની એક આદત હોય છે કે તે પોતાની દરેક વાતો બીજાને શેર કરતી હોય છે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે છોકરીઓની આ આદતો તેમના માટે મુશ્કેલીઓ ઉભી કરે છે અને મિત્રો આ મુશ્કેલીઓ ત્યારે ઉભી થાય છે ત્યારે ઉભી થાય છે જ્યારે તે લગ્ન કરીને તેની સાસરીમા જાય છે અને જ્યારે તે સાસરીમા જાય છે ત્યારે તેમની આ આદત ખુબજ મુશ્કેલી ઉભી થાય છે ત્યારે મિત્રો તેના માટે સાસરીની અમુક વાતો બીજા સાથે શેર ના કરવામા જ ભલાઈ છે તો મિત્રો આવો જાણીએ કે તે કઈ વાતો છે જે તમારે બીજા સાથે શેર ના કરવી જોઇએ.

સાસુ સસરાની વાતો કરવી.

મિત્રો દરેક છોકરીઓના તેમના સાસુ સસરા સાથેના સબંધ સારા અથવા ખરાબ હોય છે પરંતુ તમારા સાસુ-સસરા સાથે તમારો સંબંધ કેવો છે તે વિશે કોઈને કહેવાથી તમને શું મળશે તમે દરેકની સામે તેમની પ્રશંસા કરવાનો પ્રયાસ કરો અથવા તેમની વધારે વાતો ન કરો અને તેમ છતાં તમને દરેક બીજી સ્ત્રી તેની સાસુની ખરાબ વાતો કરતી જોવા મળશે પરંતુ તે સાચુ માનો કે તે ખરેખર તેનું પોતાનુ સન્માન ઘટાડી રહી છે ને તેથી બીજાની સામે તમારી સાસુની ખરાબ વાતો ન કરો.

પતિનું સિક્રેટ.

તમારે તમારા મિત્રોની સામે તમારા પતિના સ્વભાવ વિશે રડવું ન જોઈએ અને આની સાથે કંઇપણ બદલાશે નહી અને જો તમને લાગે કે તમારા પતિ સાથેનો સંબંધ સારો નથી તો તમારા માતાપિતા અથવા સાસુ-સસરા સાથે વાત કરો અને જો તમે આખો સમય પતિના સ્વભાવ વિશે રડ્યા કરો છો.તો કદાચ તમારી પીઠ પાછળના લોકો તમારી મજાક ઉડાવશે અને આ બાબતો તમારા જીવનમાં કોઈ મોટો નિર્ણય લેવા માટે થાય છે ના કે રડવા માટે હોય છે.

ફૈમિલી પ્લાંનિંગ.

મિત્રો તમારે તમારી ફૈમિલી પ્લાનિગ ક્યારે કરવી છે તેના વિશે તમારે મિત્રો ને વાત કરવી જરુરી નથી કારણ કે તેના વિશે તમે અને તમારા પતિ તે નક્કી કરશે કે તમારે ક્યારે તમારા પરિવારને આગળ વધારવો જોઈએ કે પછી તમારા મિત્રોને નહી અને તમારા પરિવારના સભ્યો પણ આ વિશે વધુ અભિપ્રાય આપે તે જરૂરી નથી અને તેથી અહીં સારી વાત એ છે કે તમારા મિત્ર સાથે આ બાબતે ખુલીને તમારી સાસરીમા વાત કરો ના કે તમારા મિત્ર સાથે ગપસપ નહી કારણ કે આ વાતો કદાચ તમારો મજાક બનાવશે.

બૅડરૂમની વાતો.

તમારા બેડરૂમની વાતો તમારા એકબીજાની વચ્ચે જ રાખો અને મિત્રોને છોડો અને રૂમની બહારના લોકોને પણ આ વિશે જાણવું ન જોઈએ તે પછી નાના ઝઘડા વિશે હોય અથવા ઘરના અન્ય સભ્યો વિશેની કોઈ અન્ય મહત્વપૂર્ણ બાબત હોય પરંતુ અમુક છોકરીઓ હંમેશાં બધી બાબતો વિશે પોતાના મિત્રોને વાત કરવા માંગે છે તે પછી તેમની સાથે સંબંધ બનાવવાની રીત જ કેમ ના હોય તે બધીજ વાતો તે તેના મિત્રોમાં શેર કરે છે મિત્રો આ ખોટું છે.

ઘરની નાણાકીય સ્થિતિ.

મિત્રો તમારી આવક વિશેની કોઈપણ વાતો તમારા ફ્રેડ્સ સાથે શેર કરશો નહીં અને તમારા વ્યવસાયનાં રહસ્યો, આવકનાં સ્ત્રોતો વગેરે સહિત કોઈને પણ માહિતી આપશો નહીં અથવા તમે પૈસા કયાં રોકાણ કર્યાં છે તે કહો નહી તેના વિશે બીજા કોઈને કહેવાનો કોઈ અર્થ નથી. તમારા પતિ કેટલી કમાણી કરે છે, તમારા ઘરનો માસિક ખર્ચ કેટલો છે EMI કોણ ચૂકવે છે અને આ પ્રકારની અન્ય વાતો તમારા પુરતી જ સિમિત રાખો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top