35 બાળકોથી ભરેલી સ્કૂલ બસે પલટી મારી, બાળકોની ચિચિયારી સાંભળી ગામના લોકો એકઠા થયા

અમેઠીથી એક દર્દનાક ઘટના સામે આવી છે. અમેઠીમાં એક ખાનગી સ્કૂલ બસના ડ્રાઈવરનું બેલેન્સ બગડતા બસ ઝાડ સાથે ટકરાયા બાદ પલટી ખાઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 12 થી વધારે બાળકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ગ્રામીણ લોકોની મદદથી બાળકોને જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં બધાની સારવાર કરવામાં આવી હતી. આ દુર્ઘટનાની વાત કરવામાં આવે તો તે અમેઠી કોતવાલી ક્ષેત્રના કુશીતાલી ગામમાં ઘટી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઇન્ડસ્ટ્રીયલ એરિયા ટિકરિયામાં આવેલ દયારામ મેમોરિયલ સ્કૂલની બસ અમેઠી કસ્બા તરફથી બાળકોને લઇને સ્કૂલ તરફ લઈને જઈ રહી હતી. જ્યારે કુશીતાલી પાસે બસના ડ્રાઈવરનું બેલેન્સ બગડતા બસ ઝાડ સાથે ટકરાઇને રસ્તામાં પલટી ખાઈ ગઈ હતી. દુર્ઘટના સમયે બસમાં 35 થી વધુ બાળકો સવાર હતા.

આ દરમિયાન બાળકોની રોકકળ અને ચિચિયારી સાંભળી આજુબાજુના ગામના લોકો સ્થળ પર પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ ગ્રામીણોની મદદથી બધા બાળકોને બસમાંથી બહાર કાઢી જિલ્લા હોસ્પિટલમાં ખસેડવા હતા. ત્યાર બધાની સારવાર કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોમાં 6 થી 15 વર્ષના 15 બાળકો સમાવેશ થાય છે. જેમાં કેટલાકના હાથ તૂટ્યા છે તો કેટલાકને માથામાં ઇજા થઈ છે.

જ્યારે બસ અકસ્માતના સમાચાર ઝડપથી વિસ્તારમાં ફેલાઈ ગયા હતા. ત્યાર બાદ ગભરાયેલા માતા-પિતા પણ જિલ્લા હોસ્પિટલ પહોંચી ગા હતા. દુર્ઘટનાની જાણ થતા જ અમેઠીના જિલ્લાધિકારી હોસ્પિટલ પહોંચી ગયા હતા. ડીએમ દ્વારા બાળકોના સ્વાસ્થ્યની જાણકારી લેતા શ્રેષ્ઠ સારવારનો આદેશ આપવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત બાળકોના એક્સ રે અને સિટી સ્કેન સહિત અન્ય તપાસ કરાઈ હતી. જ્યારે જરૂરી સારવાર અને દવા લીધા બાદ બાળકોને ઘરે મોકલી દેવાયા હતા.

તેમ છતાં દુર્ઘટનાગ્રસ્ત વાહનને સ્થળ પરથી લઇ જવાનો પ્રયાસ કરવા પર ગ્રામીણજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, સ્કૂલ વાહન નિર્ધારિત કરેલી સંખ્યા કરતા વધુ બાળકો ભરવામાં આવે છે અને ડ્રાઇવર પણ બેજવાબદારીથી વાહન ચલાવી રહ્યા છે. તેમના દ્વારા વાહન માલિકો પર કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. સમગ્ર બાબતમાં અમેઠી પોલીસ અધિક્ષક દિનેશ સિંહ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આવા વાહનોની ઓળખ કરીને સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Scroll to Top