સુરતઃ હાર્દિકના સમર્થનમાં વિદ્યાર્થીઓ દ્વારા ધરણા, વરાછાની તમામ સ્કૂલ બહાર પોલીસ બંદોબસ્ત

સુરતઃ ઉપવાસ પર ઉતરેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલનો આજે 14મો દિવસ છે. ત્યારે ગુજરાતભરમાં ઠેર ઠેર હાર્દિકના સમર્થનમાં ધરણાઓ કરવામાં આવી રહ્યા છે. દરમિયાન સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાઈ રહ્યા છે. ગત રોજ સુરતમાં મોટા ભાગની કોલેજમાં હાર્દિકના સમર્થનમાં વિદ્યાર્થીઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. જ્યારે આજે(શુક્રવાર) સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. જેને લઈને વરાછાની તમામ સ્કૂલ નજીક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આશાદીપ સ્કૂલ બંધ કરવામાં આવી

અમદાવાદ ખાતે ઉપવાસ કરી રહેલી પાસ નેતા હાર્દિક પટેલને સુરતમાંથી સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ સમર્થન આપી રહ્યા છે. અને સ્કૂલ કોલેજ બંધ કરવાની માંગ સાથે ધરણા કરી રહ્યા છે. દરમિયાન આજે સીમાડા ખાતે આવેલી આશાદીપ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. અને જય પાટીદાર જય સરદારના નારા લગાવવામાં આવી સ્કૂલ બંધ કરવાની માંગ કરવામાં આવી હતી. જેથી સ્કૂલના સંચાલકો દ્વારા સ્કૂલ બંધ કરી દેવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.

વરાછા વિસ્તારની તમામ સ્કૂલ બહાર પોલીસ બંદોબસ્ત

ગત રોજ કોલેજોમાં થયેલા વિરોધના પગલે આખો દિવસ પોલીસ દોડતી રહી હતી. જ્યારે આજે સ્કૂલોમાં વિરોધના પગલે પોલીસ સતર્ક થઈ ગઈ છે. અને વરાછા વિસ્તારમાં આવેલી તમામ સ્કૂલ બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સુરતના સરથાણા, યોગીચોક, કતારગામ, સીમાડા, પુણા, મોટા વરાછા અને અમરોલી વિસ્તારમાં આવતી સ્કૂલ-કોલેજ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here