કુતરાની જેમ ભસે છે આ ચકલીઃ વિશ્વાસ ન હોય તો જોઈલો આ વિડીયો

કેટલાક માણસો સરળતાથી કુતરાની જેમ ભસવાની એક્ટીંગ કરી લેતા હોય છે. માણસો માટે આવો અવાજ કાઢવો સરળ પણ હોય છે. પરંતુ શું આપે ક્યારે પક્ષીને કોઈ કુતરાનો અવાજ કાઢતા જોયું છે. કદાચ કોઈએ આ જોયું નથી. પરંતુ અત્યારે એક કુતરાની નકલ કરતા પક્ષીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પહેલાતો તે કુતરાને પોતાની રીતે અવાજ કાઢે છે પરંતુ જ્યારે વિડીયો ઉતારી રહેલો માણસ જ્યારે કુતરાની જેમ ભસવાની એક્ટિંગ કરે છે ત્યારે તે પક્ષી પણ કુતરાની જેમ ભસવા લાગે છે.

https://www.youtube.com/watch?v=jh0QJeUE-h0

સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. આ વિડીયો જોયા બાદ બધા જ લોકો હેરાન છે. લોકો વિચારી રહ્યા છે કે આખરે એક પક્ષી કેવી રીતે કુતરાની જેમ ભસી શકે. યુ-ટ્યુબ, ટ્વીટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિત તમામ સોશિયલ મીડીયા પ્લેટફોર્મ્સ પર આ વિડીયો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ પક્ષીનું નામ સીગલ છે.

સીગલ વિશે એવું કહેવાય છે કે, કે તે ઈન્ટેલીજન્ટ હોવાની સાથે જ જિજ્ઞાસુ પણ હોય છે. આ પક્ષી સૌથી વધારે સમુદ્ર કિનારાઓ પર દેખાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જો આ લોકોને શંકા જાય કે તેમના માળા પર અથવા તેમના પર કોઈ હુમલો કરવાનું છે કે તો તે અટેકિંગ નેચરમાં આવી જાય છે. સીગલ પોતાની ચાંચથી હુમલો કરે છે. જ્યાં પણ આ પ્રજાતીની ચકલી દેખાય છે તો લોકો પોતાના ઘરના બારી-બારણા બંધ કરી લે છે.

Scroll to Top