રામ મંદિર જન્મભૂમી ટ્રસ્ટ પર લાગ્યા ભ્રષ્ટાચારના ગંભીર આરોપોઃ જાણો શું છે આખો મામલો?

હવે આમ આદમી પાર્ટી દ્વારા રામ જન્મભૂમી ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા છે. મહત્વનું છે કે, રામ મંદિર એ ભારત સહિત વિશ્વના લાખો શ્રદ્ધાળુઓ સાથે જોડાયેલું છે. પરંતુ ભારતમાં હવે એક પોલીટિકલ પાર્ટી દ્વારા જે વાત અને મુદ્દો છેડવામાં આવ્યો છે તેને લઈને ભારતનું રાજકારણ ગરમાયું છે.

મામલાની વિગત જોવા જઈએ તો, આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય સિંહે રામ મંદિર જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર આ આરોપો લગાવ્યા છે. આ મામલે તેમણે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું અને આરોપો લગાવ્યા હતા કે, મહાસચિવ ચંપત રાય દ્વારા બે કરોડ રૂપિયાની કિંમતની જમીન 18 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ એક મની લોન્ડ્રીંગનો મામલો છે અને આ મામલે ઈડીની તપાસ કરાવવાની માંગ કરી છે.

તેમણે આરોપ લગાવ્યો કે, જમીનનો બાનાખત 2 કરોડ માટે કરવામાં આવ્યો હતો અને તે જ દિવસે ફરી 18 કરોડનો કરાર કરવામાં આવ્યો. એગ્રિમેન્ટ અને બાનાખત બન્નેમાં ટ્રસ્ટી અનિલ મિશ્રા અને મેયર ઋષિકેશ ઉપાધ્યાય સાક્ષી છે. 18 માર્ચ, 2021માં જ લગભગ 10 મિનિટ પહેલા બાનાખતમાં પણ કરવામાં આવ્યો અને ત્યારબાદ કરાર પણ, જે જમીનને બે કરોડમાં ખરીદી હતી, તે જ જમીનનો 10 મિનિટ પછી 18 કરોડનો એગ્રીમેન્ટ કેમ કરવામાં આવ્યો ?

આપ સાંસદે કહ્યું કે, આ મામલામાં એગ્રીમેન્ટ અને સ્ટેમ્પનો સમય અને દસ્તાવેજના સ્ટેમ્પનો સમય પણ સવાલ ઉભો કરે છે. જે જમીન બાદમાં ટ્રસ્ટને વેચવામાં આવી તેનો સ્ટેમ્પ સાંજે પાંચ કલાક 11 મિનિટ પર ખરીદવામાં આવ્યો અને જે જમીન પહેલા રવિ મોહન તિવારી અને અંસારીએ ખરીદી તેનો સ્ટેમ્પ પાંચ કલાક 22 મિનિટ પર ખરીદવામાં આવ્યો. આપ પ્રવક્તાએ કહ્યું કે, કોઈ પણ ટ્રસ્ટમાં જમીન ખરીદવા માટે બોર્ડનો પ્રસ્તાવ હોય છે.

Scroll to Top