મુંબઈઃ ટીવી સીરિયલ ‘તારક મહેતા..’ના 28 જુલાઈ, 2018ના રોજ 10 વર્ષ પૂરા થયા હતાં. આ સીરિયલનું શૂટિંગ મુંબઈમાં ગોરેગાંવ, ફિલ્મસિટીમાં કરવામાં આવે છે. સીરિયલનો મેઈન સેટ અહીંયા બનાવવામાં આવ્યો છે. જ્યારે મુંબઈના અન્ય વિસ્તારમાં પણ ‘તારક મહેતા..’ના સેટ લગાવવામાં આવ્યા છે. નવાઈની વાત એ છે કે મેઈન સેટમાં માત્ર મંદિર અને ગાર્ડન જ રિયલ છે. જ્યારે આખી બિલ્ડિંગમાં માત્ર બહારના સીન્સ જ સૂટ કરવામાં આવે છે. અંદરના સીન્સ ફિલ્મસિટીના જ અન્ય એક લોકેશન પર શૂટ થાય છે.
1. ગોકુલધામ સોસાયટીઃ
આખી ગોકુલધામ સોસાયટી ફિલ્મસિટીમાં બનાવવામાં આવી છે. 25થી 30 હજાર સ્કેવર ફિટ એરિયામાં આ સોસાયટી બનાવવામાં આવી છે. સીરિયલમાં જે ફ્લેટ બનાવવામાં આવ્યા છે તે અસલી નથી. ઘરના અંદરના ભાગનું શૂટિંગ ફિલ્મસિટીના જ અન્ય લોકેશન પર કરવામાં આવે છે. આ મેઈન સેટમાં જ્યારે તમે એન્ટર થાવ તો જમણી બાજુમાં ક્લબહાઉસ આવેલું છે. ત્યારબાદ ગેરેજ અને અબ્દુલનનો સ્ટોર આવે છે. ડાબી બાજુ મેક-અપ હાઉસ બનાવવામાં આવ્યું છે. જ્યારે ફિલ્મસિટીના અન્ય લોકેશનમાં તારક મહેતાની ઓફિસ અને પોપટલાલની તૂફાન એક્સપ્રેસ માટે એક જગ્યા ફાળવવામાં આવી છે. અહીંયા ફર્નિચર ચેન્જ કરીને બંને ઓફિસને અલગ બતાવી દેવામાં આવે છે.
2. મંદિર-ગાર્ડન અસલીઃ
મંદિર-ગાર્ડન અને સોઢીનું ગેરેજ, તથા અબ્દુલનો એ ટુ ઝેડ સ્ટોર પણ ગોકુલમધામ સોસાયટીના લોકેશનની અંદર જ બનાવવામાં આવ્યું છે. મંદિર તથા ગાર્ડન રિયલ છે. તેમાં સહેજ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી.
3. દરેક કલાકારો પાસે મેક-અપ રૂમઃ
શરૂઆતમાં સીરિયલના પ્રોડ્યુસર અસિત મોદીએ બે-ત્રણ કલાકારોની વચ્ચે એક વેનિટી વેન આપવામાં આવતી હતી. કલાકારો વેનિટી વેનમાં મેક-અપ્ કરતા અને શૂટિંગના બ્રેક દરમિયાન આરામ પણ કરતાં હતાં. જોકે, છેલ્લાં બે વર્ષથી અસિત મોદીએ ગોકુલધામમાં જ એક બિલ્ડિંગ બનાવી છે અને તમામ કલાકારોને મેક-અપ રૂમ આપી દીધા છે. જેઠાલાલથી લઈ નટુકાકા, અબ્દુલ તમામના પોતાના મેક-અપ રૂમ છે. અલબત્ત, ટપુસેના વચ્ચે બે મેક-અપ રૂમ છે.
4. સ્કૂલઃ
જ્યારે ટપુસેના સ્કૂલમાં જતી હતી ત્યારે કાંદવિલી વેસ્ટમાં આવેલી એક સ્કૂલમાં આ હિસ્સાઓનું શૂટિંગ થતું હતું. આ સિવાય ઘરના અંદરના કેટલાંક સીન્સનું પણ અહીંયા શૂટિંગ કરવામાં આવ્યું હતું.
5. ગોરેગાંવમાં બનાવવામાં આવ્યું છે પોલીસ સ્ટેશનઃ
ગોરેગાંવની આરે કોલોનીમાં આવેલા સન્ક્રામણ સ્ટુડિયોમાં પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. જ્યારે પણ પોલીસ સ્ટેશનનું શૂટિંગ હોય ત્યારે ઈન્સ્પેક્ટર પાંડે અને ગોકુલધામના સભ્યો અહીંયા આવીને શૂટિંગ કરે છે.
6. ગડા ઈલેક્ટ્રોનિક્સઃ
જેઠાલાલની ગડા ઈલેક્ટ્રોનિક્સ રિયલમાં આવેલી છે. આ દુકાન મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી છે. આ દુકાનના માલિક શેખર ગડિયા છે. તેઓ છેલ્લાં 17 વર્ષથી આ દુકાન ચલાવે છે અને છેલ્લાં 10 વર્ષથી ‘તારક મહેતા..’માં આ દુકાન જોવા મળે છે. શરૂઆતમાં આ દુકાનમાં ઘણાં જ એપિસોડ શૂટ કરવામાં આવતા હતાં પરંતુ હવે મહિનામાં માત્ર એક કે બે જ એપિસોડ શૂટ થાય છે. આ દુકાન 600 સ્કેવર ફૂટ છે. પહેલાં સીરિયલમાં શેખર ગડિયાનું ગોડાઉન પણ ઉપયોગમાં લેવાતું હતું પરંતુ હવે, ફિલ્મસિટીમાં ગોડાઉન બનાવવામાં આવ્યું છે.