ઇન્સ્ટાગ્રામના ફિચરમાં ટૂંક સમયમાં નવી અપડેટ આવવાની છે. ઇન્સ્ટાગ્રામ યુઝર્સ ટૂંક સમયમાં અન્યોની પોસ્ટને પોતાની સ્ટોરીઝમાં શેર કરી શકશે પરંતુ તમે જેની પોસ્ટ શેર કરશો તેનું નામ તેમાં દેખાશે. એક અહેવાલ અનુસાર ઇન્સ્ટાગ્રામ આ ફિચરને હજુ કેટલાંક યુઝર્સ સાથે ટેસ્ટ કરી રહ્યું છે. જો કે તમે ફક્ત તે જ યુઝરની પોસ્ટને શેર કરી શકષો જેના એકાઉન્ટની પ્રાઇવસી પબ્લિક હોય.
આ ઉપરાંત ઇન્સ્ટાગ્રામે ગત અઠવાડિયે સ્ટોરીઝ માટે નવું ટાઇપ મોડ લોન્ચ કર્યું હતું. આ મોડમાં તમે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ટેક્સ્ટપણ શેર કરી શકાય છે. યૂઝર્સ ટાઇપ મોડનો ઉપયોગ કરવા માટે એપની જમણી બાજુમાં ઉપર રહેલા કેમેરા આઇકોનને ઓપન કરવું પડશે. તે પછૂ નીચે ટાઇપ લેવલ પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમે પોતાની મનપસંદ વાત લખી શકો છો. ટેક્સ્ટ સ્ટોરીઝમાં સ્ટાઇલિશ ફોન્ટ અને અલગ-અલગ પ્રકારના બેકગ્રાઉન્ડનો ઉપયોગ કરી શકો છો. ફોન્ટમાં Modern, Neon, Typewriter અને Strong જેવા ફોન્ટ ઉપલબ્ધ છે. આ ફિચર એન્ડ્રોઇડ અને આઇઓએસના ઇન્સ્ટાગ્રામ વર્ઝન 30 પર ઉપલબ્ધ છે.