મેગાસીટી અમદાવાદમાં ધીરે ધીરે મહિલાઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ભા થઈ રહ્યા છે. આ બનાવ સામે આવ્યો છે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં જ્યા એક પરિણીતાએ કંટાળીને પોલીસની મદદ લેવી પડી છે. પરિણીતાના જેની સાથે પ્રમ સબંધો હતા. તે તેને અવાર નવાર ધમકી આપતો હતો. જેના કારણે તે કંટાળી ગઈ હતી.
આરોપી યુવક તેનો હાથ પકજીને તેની સાથે જબરદસ્તી સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. સાથેજ જો તે ના પાડતી તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપતો. ઉપરાંત તે તેને એવું પણ કહેતો હતો. કે સંબંધ નહી બાંધવા દે તો દેહ વ્યાપારના ધંધામાં તેને ધકેલ દેશે.
આ મામલે કંટાળીને પરિણિતાએ તેના પતિને સમગ્ર હકિકત કહી હતી જેથી પરિણીતાએ અને તેના પતિએ પછી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દસ વર્ષ પહેલા પરિણીતાના લગ્ન થયા હતા અને હાલ તેના 2 પુત્રો પણ છે. અગાઇ પરિણીતા આરોપી સાથે પ્રેમ સંબંધો હતા. પરંતુ આ મામલે તેના પતિને ખબર પડી જતા તેણે માફી માગીને સંબંધો પૂરા કરી કઢ્યા હતા.
જોકે પરિણીતાનો પ્રેમી તેને અવાર નવાર હેરાન કરતો હતો. તે ઘરનો સામાન લેવા નીકળે ત્યારે તેનો પીછો કરતો. અને તેનો હાથ પકડીને તેને શારીરિક સંબંધ બાંધવા માટે કહેતો હતો. પરંતુ પરિણીતાની ના હતી. જેથી આરોપી ઉશ્કેરાઈ જતો. થોડાક દિવસો પહેલા તેણે પરિણીતાને જાહેરમાં લાફા મારી દીધા હતા. અને રોડ પર તમાશો કર્યો હતો.
આરોપી મહિલાને છૂટાછેડા લેવા માટે દબાણ કરતો હતો અને તેના સાથે લગ્ન કરવા માટે પણ તે દબાણ કરતો હતો પરંતુ પરીણીતાને એ વાતનો ખ્યાલ હતો કે તેના અન્ય સ્ત્રીઓ સાથે પણ સંબંધ છે. જેથી તેણે તેની સાથે સંબંધ નહોતા રાખ્યા અને તેની સાથે બધાજ સંબંધો તોડી નાખ્યા હતા. જે વાત આરોપીને જરા પણ ન ગમી ને તે અવારનવાર તેને હેરાન કરતો હતો.
ઉલ્લેજખનિય છે કે આરોપી અવાર નવાર પરિણીતાને ત્રાસ આપતો હતો. જેના કારણે કંટાળીને પરિણીતાએ તેના પતિને જાણ કરી જેથી પતિએ પરિણીતાને સાથે રાખીને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અને સમગ્ર મામલે પોલીસે પણ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી આરંભી છે.