નિકમ્માના ટ્રેલર લૉન્ચમાં શિલ્પા શેટ્ટી પહેલીવાર છેલ્લા 2 વર્ષની ઉદાસી વર્ણવતી જોવા મળી હતી. હાલમાં જ ટ્રેલર લૉન્ચ પર પહોંચેલી શિલ્પા શેટ્ટીને તેના પતિ વિશે સવાલ કરવામાં આવ્યો હતો, ત્યારે અભિનેત્રીએ પોતાના દિલની વાત વ્યક્ત કરતા તેના મુશ્કેલ સમય પર વાત કરી હતી. ખરેખરમાં જ્યારે એક પત્રકાર રાજ કુન્દ્રા પર પ્રશ્ન પૂછવા માંગતો હતો ત્યારે ત્યાં બેઠેલા હોસ્ટે તેમને ખૂબ રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શિલ્પા શેટ્ટીએ આ સવાલનો જવાબ આપતાં પોતાનું મૌન તોડ્યું હતું.
તાજેતરના નિવેદનમાં, શિલ્પા શેટ્ટીએ કહ્યું, “સારું, મને લાગે છે કે અમે અહીં માત્ર મારા માટે જ નહીં, પણ અમારા નિર્દેશકો સબ્બીર અને અભિમન્યુ અને શર્લી માટે પણ એક નવી શરૂઆતની ઉજવણી કરવા માટે સાથે છીએ. જેમણે આ ફિલ્મ પર ખૂબ જ મહેનત કરી છે. મને નથી લાગતું કે આ સમયે આપણે મારા કે મારા જીવન વિશે વાત કરવી જોઈએ…
પરંતુ પોતાની વાત અધૂરી ન છોડીને શિલ્પા શેટ્ટીએ આગળ કહ્યું કે – આપણે બધા આપણા જીવનના મુશ્કેલ તબક્કામાંથી પસાર થયા છીએ. છેલ્લા 2 વર્ષ માત્ર મારા માટે જ નહીં પરંતુ ઘણા લોકો માટે મુશ્કેલ રહ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ છે. લોકો સિનેમાઘરોમાં ફિલ્મો જોવા આવી શકતા ન હતા. પરંતુ, આ અમારા માટે મોટી ક્ષણ છે.
અલબત્ત શિલ્પા શેટ્ટીએ પોતાની સ્થિતિ સીધી રીતે વ્યક્ત કરી નથી. પરંતુ તેણે તેના દૃષ્ટિકોણથી સ્પષ્ટ કર્યું કે આ 2 વર્ષ તેના માટે કેટલા મુશ્કેલ હતા. શિલ્પા શેટ્ટી ટ્રેલર લોન્ચમાં પણ તેના ડાયરેક્ટરના ચરણ સ્પર્શ કરતી જોવા મળી છે. જો આપણે અભિનેત્રીના અંગત જીવનની વાત કરીએ તો, પતિ રાજ કુન્દ્રા પોર્નોગ્રાફીના કેસમાં ફસાયા ત્યારથી અભિનેત્રી રાજ સાથે ભાગ્યે જ જોવા મળી છે.