એક સુઅરને મળ્યું ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાનઃ જૂઓ વિડીયો અને જાણો વિગતો

દુનિયામાં સૌથી વધારે સમય સુધી જીવનારા વ્યક્તિનું નામ Jiroemon Kimura છે. જાપાનના Jiroemon 122 વર્ષ અને 164 દિવસ સુધી જીવ્યા હતા. પરંતુ શું આપે ક્યારે દુનિયાના સૌથી વૃદ્ધ સુઅર વિશે સાંભળ્યું છે? જી હા, તાજેતરમાં જ એક સુઅરને ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. અમેરિકામાં ઈલિનોઈસના એક કપલના પાલતુ સુઅરને 23 વર્ષની ઉંમરમાં ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા ખિતાબ આપવામાં આવ્યો છે અને તેને અત્યારસુધીનો સૌથી વૃદ્ધ સુઅર ગણવામાં આવ્યો છે.

કપલની સાથે જ આ સુઅર ઘરની અંદર રહે છે. કનિંઘરમે ગિનીઝને જણાવ્યું કે બેબી જેન સાથે એક અન્ય સુઅર લુસીને પણ ઘરે લાવવામાં આવ્યું. થોડો સમય વિતાવ્યા બાત બંન્ને હવે દરેક સમયે એકબીજાની આસપાસ રહેવા ઈચ્છે છે. કપલે કહ્યું કે, બેબી જેનને માત્ર પ્લેટાઈમ અને બાથરૂમ બ્રેક દરમિયાન બહાર લઈ જવામાં આવે છે અને બાકી સમય તે પરિવાર સાથે ઘરની અંદર વિતાવે છે.

Scroll to Top