ઉકળતા પાણીમાં હાથ જોડીને બેઠો છે આ માસુમ બાળકઃ વિડીયો જોઈને ચોંકી જશો

કેટલીકવાર આપણી આસપાસ એવી ઘટનાઓ ઘટી જાય છે કે, જેના વિશે સાંભળીને આપણે હેરાન રહી જઈએ છીએ. દુનિયાભરમાં અંધવિશ્વાસની કોઈ કમી નથી અને સોશિયલ મીડિયા પર આને લોકો વધારે લોકો પસંદ કરતા હોય છે. અત્યારે ટ્વીટર પર એક માસુમ બાળકનો વિડીયો વાયરલ થયો છે કે જે ઉકળતા પાણીમાં બેઠેલો છે.

ટ્વીટર પર વાયરલ થયેલા કેટલાય વિડીયો ખૂબ જ શોકિંગ હોય છે. આ વિડીયો જોઈને ગજબની હેરાની થાય છે અને મનમાં કેટલાય સવાલો પણ ઉભા થાય છે. સંદીપ બિષ્ટ નામના એક ટ્વીટર યુઝરે પોતાના અકાઉન્ટ પર એક બાળકનો વિડીયો શેર કર્યો છે. આ બાળક કડાઈમાં ભરેલા પાણીમાં બેઠો છે. આ બાળકે પોતાના હાથ જોડી રાખ્યા છે. બાળક કોઈ મંત્રના જાપ કરી રહ્યો છે.

આ વાયરલ વિડીયોને અત્યારસુધીમાં 20 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. આગની તેજ જ્વાળાઓ જોઈને પણ લોકો હેરાન રહી ગયા છે. કેટલાક લોકોને આ વિડીયો ફેક લાગી રહ્યો છે અને કેટલાક લોકો આ વિડીયોને જૂનો ગણાવી રહ્યા છે. પરંતુ બાળકને જોઈને લોકો અચંબિત થઈ ગયા છે.

Scroll to Top