સુપર માર્કેટમાં અચાનક જ તરવા લાગી માછલીઓ: ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે આ વિડીયો

સામાન્ય રીતે આપ શોપિંગ મોલ અથવા સુપર માર્કેટમાં જતા હશો તો ઘરનું કરીયાણું અથવા ખાવા-પીવાની વસ્તુઓ જોઈને લાવતા હશો. શોપિંગ મોલમાં વેજ, નોનવેજ, સહિત તમામ એવા ફૂડ ઉપ્લબ્ધ હોય છે કે જેને ખરીદી શકાય છે.

સોશિયલ મીડિયા પર શોપિંગ મોલનો એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં જમીન પર અનેક પ્રકારની માછલીઓ તરતી દેખાઈ રહી છે. જી હાં, શોપિંગ કોમ્પલેક્સના ફ્લોર પર પાણી ભરાયેલું દેખાઈ રહ્યું છે અને અહીંયા માછલીઓ પાણીમાં તરફડીયા મારતી દેખાઈ રહી છે.

ઈન્ટરનેટ પર વાયરલ થનારા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક મોટા શોપિંગ કોમ્પલેક્સની અંદર ઉપસ્થિત એક સુપર માર્કેટનો ફ્લોર પાણીથી ભરાઈ ગયો છે. આટલું જ નહી પરંતુ સૌથી અચંબિત કરનારી વાત તો એ છે કે, પાણીમાં અનેક માછલીઓ તરતી દેખાઈ રહી છે.

આમાંથી કેટલીક માછલીઓ પાણીમાં તરફડીયા મારી રહી છે. જો કે, ત્યાંના કેટલાક કર્મચારીઓ તેને પાછી પોલીથીનમાં નાંખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે, સુપરમાર્કેટમાં લોકો માછલીઓ લૂંટી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે વિડીયો જોઈને હકીકતમાં માછલીઓ એ સ્ટોરમાં વેચવા માટે એક્વેરીયમમાં રાખવામાં આવી હશે પરંતુ કોઈક વ્યક્તિ દ્વારા આ એક્વેરીયમ ફૂટી ગયું અને માછલીઓ નીચે ફ્લોર પર પડી ગઈ હશે. આ વિડીયો અત્યારે ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થયો છે અને લોકો આ વિડીયો પર અલગ-અલગ પ્રકારની કમેન્ટ્સ આપી રહ્યા છે.

Scroll to Top