મોટા સમાચારઃ ઉત્તર ગુજરાતના જાણીતા સિંગર “વિજય સુવાળા” AAP માં જોડાયા

ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક એક દમદાર રાજકીય પાર્ટી બનીને ઉભરી રહી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીએ સારું પર્ફોર્મન્સ કર્યું હતું. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ વધુ મજબૂતાઈથી આગળ આવવાનો નિર્ણય કર્યો છે. આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતના જાણીતા ચહેરાઓ કે જેમનું ફેન ફોલોઈંગ વધારે હોય તેમને પાર્ટીમાં જોડી રહી છે એ લોકોનું જે ફેન ફોલોઈંગ છે તેનો ફાયદો ચૂંટણીમાં ઉઠાવી શકાય.

સૌથી પહેલા તો આમ આદમી પાર્ટીએ ગુજરાતના જાણીતા પત્રકાર ઈસુદાન ગઢવીને પોતાની પાર્ટીમાં જોડ્યા હતા. ઈસુદાન ગઢવી વીટીવી નામની એક ગુજરાતી ન્યુઝ ચેનલના એડિટર હતા અને તેઓ મહામંથન નામનો એક ખાસ પ્રોગ્રામ કરતા હતા જેમાં જનતાનો અવાજ ઉઠાવતા હતા. આ જ કારણે તેમનું ફેન ફોલોઈંગ ખૂબ હતું.

ત્યારે હવે આમ આદમી પાર્ટીએ ઉત્તર ગુજરાતના જાણીતા ગાયક કલાકાર, વિજય સુવાળાને પોતાની પાર્ટીમાં જોડી લીધા છે. વિજય સુવાળા એક ખૂબ જ લોકપ્રિય ગાયક છે અને માત્ર ઉત્તર ગુજરાત જ નહી પરંતુ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં તેમના ખૂબ ફેન્સ છે.

વિજય સુવાળાના ગુજરાતના અનેક લોકો ચાહે છે, તેમના ગીતો અને ભજનોથી લઈને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ હીટ છે. તેઓ ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં ખૂબ લોકચાહના ધરાવે છે.સુવાળા સંગીત અને ધર્મની સાથે જોડાયેલા છે અને તેમને અનુસરતા લોકોનો વર્ગ મોટો છે તેમના જોડાવાથી મોટો વર્ગ આપ તરફે જાય તેવી વકી છે.

વિજય સુવાળા ગુજરાતના ગ્રામિણ વિસ્તારમાં પ્રખ્યાત અને લોકચાહના પણ ધરાવે છે. તેમને અનુસરતા લોકોનો વર્ગ ઘણો વધારે છે. હવે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તો ઘણો વર્ગ તે તરફ જાય તેવી શક્યતાઓ પણ રહેલી છે. વિજય સુવાળા ઈસુદાન ગઢવી-ગોપાલ ઈટાલીયાની હાજરીમાં વિધિવત રીતે જોડાયા હતા.

Scroll to Top