ભારતીય મૂળની ત્રીજી મહિલા સિરિશા જશે અંતરિક્ષમાં

ભારતીય મૂળની અમેરિકન અંતરિક્ષ યાત્રી સિરીશા બેન્ડલા 11 જૂલાઈએ અંતરિક્ષ માટે ઉડાન ભરશે. 34 વર્ષિય સિરિશા અમેરિકાની ખાનગી અંતરિક્ષ એજન્સી વર્જિન ગેલેક્ટિકના મિશન ‘યૂનિટી 22’ હેઠળ છ સભ્યોના દળનો હિસ્સો છે.

તેઓ અંતરિક્ષમાં જનાર ભારતીય મૂળની ત્રીજી મહિલા અંતરિક્ષ યાત્રી હશે. આનાથી પહેલા ભારતીય મૂળની કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સ પણ અંતરિક્ષ યાત્રા કરી ચૂક્યા છે. 2003માં કોલંબિયા અંતરિક્ષ શટલ દૂર્ઘટનામાં કલ્પના ચાવલાનું નિધન થઈ ગયું હતુ.

તે સાથે જ હ્યૂસ્ટનમાં ઉછરેલ સિરિશા કલ્પના ચાવલા પછી અંતરિક્ષમાં ઉડાન ભરનાર ભારતમાં જન્મેલ બીજી મહિલા બની જશે. રાકેશ શર્મા અને સુનીતા વિલિયમ્સ અન્ય ભારતીય હતા, જે અંતરિક્ષમાં ગયા હતા. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, સિરિશાની આ ઉપલબ્ધિઓથી આંધ્ર પ્રદેશમાં રહી રહેલા સિરિશાનું પરિવાર ગૌરવ અનુભવે છે.

આંધ્ર પ્રદેશના ગુંટૂર જિલ્લામાં રહી રહેલા સિરિશાના દાદાનું કહેવું છે કે તે ખુબ જ બહાદુર છે અને આકાશ શરૂથી જ તેમને ખુબ જ આકર્ષિત કરતું હતું. સિરિશા બેન્ડલાના દાદા-દાદી આંધ્ર પ્રદેશના ગુંટૂર જિલ્લામાં રહે છે. તેમના દાદા રગૈયા બેન્ડલાનું કહેવું છે કે, ચાર વર્ષની ઉંમરથી સિરિશા ઉડવા માંગતી હતી અને તેની આંખો હંમેશા આકાશમાં રહેતી હતી.

Scroll to Top