અમદાવાદઃ હાર્દિક પટેલની મુલાકાતે આવેલા ગઢડાના એસ પી સ્વામી સહિતના આગેવાનોએ હાર્દિકને જળ ત્યાગ મૂકી દેવા અને પાણી પીવા માટે સલાહ આપી હતી. પરંતુ હાર્દિક પટેલ તૈયાર ન થતાં એસ.પી સ્વામી એ હાર્દિકના માતા-પિતા સાથે ચર્ચા કરી હતી ત્યારબાદ ઉપવાસી છાવણીમાં ઉપસ્થિત હાર્દિકના સમર્થકો એ પણ હાર્દિક ને જળ ત્યાગ ન કરવા માટે સુચનો કર્યા હતા પરંતુ હાર્દિક અડગ રહ્યો હતો.
પાટીદારોને અનામત અને ખેડૂતોની દેવા માફી મામલે હાર્દિક પટેલ 7 દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે. આજે સાંજે સોલા સિવિલની ટીમ હાર્દિક પાસે પહોંચી હતી. જ્યાં હાર્દિકે સોલા સિવિલની ટીમને 2 દિવસ બાદ બ્લડ અને યુરિન સેમ્પલ આપ્યા હતા. તેમજ ખાનગી લેબ પણ આ જ સેમ્પલ લઈને રિપોર્ટ આપશે. આ અંગે ડૉ. નમ્રતા વાડોદરિયાએ જણાવ્યું કે, ઓક્સિજન બીપી સ્ટેબલ છે. અમારી સલાહ છે કે ફ્રૂટ્સ અને જ્યુસ લે.અમારી સલાહ માનતા નથી.અમે આજે બ્લડ અને યુરિન સેમ્પલ લીધા છે. રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે સ્થિતિ કેવી છે.હાલ સ્થિતિ નોર્મલ છે.
હેલ્થ મોનિટરિંગ માટે હાર્દિકના ઘરે 24 કલાક એમ્બ્યુલન્સ રાખવા અરજી, વજનમાં સતત ઘટાડો
હાર્દિકના ઉપવાસને લઈને પાસ નેતા નિખિલ સવાણીએ સોલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. સવાણીએ અરજી હાર્દિકના હેલ્થ મોનિટરિંગ માટે એમ્બ્યુલન્સ રાખવા માટે કરી છે. જેમાં કહ્યું છે કે, 24 કલાક હાર્દિકના નિવાસ સ્થાને એમ્બ્યુલન્સ રાખવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં હાર્દિકના વજનમાં 900 ગ્રામનો ઘટાડો થયો છે.
મોઢવાડીયા સહિત અનેક કોંગી નેતાઓએ કરી મુલાકાત
હાર્દિકના વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસને સમર્થન આપવા માટે આજે બપોરે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયા, ધારાસભ્ય શૈલેષ પરમાર અને ધારાસભ્ય હિંમતસિંહ પટેલપણ આવી પહોંચ્યા હતા.
24 કલાકમાં હાર્દિકનું વજન 900 ગ્રામ ઘટ્યું, બ્લડ-યુરિનના સેમ્પલ આપવા કર્યો ઈન્કાર
હાર્દિકે શુક્રવારથી પ્રવાહી લેવાનું પણ બંધ કરી દીધું છે. છેલ્લા 24 કલાકમાં હાર્દિકનું વજન 900 ગ્રામ ઘટ્યું છે, જ્યારે તેણે બ્લડ-યુરિનના સેમ્પલ આપવા ઈન્કાર કરી દીધો છે. જ્યારે ઉપવાસ આંદોલનના પ્રથમ દિવસે હાર્દિકનું વજન 77.800કિલો ગ્રામ હતું અને ઉપવાસ આંદોલનના સાતમા દિવસે 5.900 કિલો ઘટીને 71.900 કિલો ગ્રામ થયું છે.
હાર્દિકનું ટ્વિટ, અન્ન-જળના ત્યાગ સાથે વિજય સંકલ્પ, જોઉં છું સરકાર જીતશે કે મહાત્મા
31 ઓગસ્ટની સવારે હાર્દિકે ટ્વિટ કરતા લખ્યું કે, ખેડૂતોની દેવા માફી અને અનામતને લઈ અન્ન અને જળના ત્યાગ સાથે વિજય સંકલ્પ, આમરણાંત ઉપવાસનો આજે સાતમો દિવસ છે. લડીશ પણ હાર નહીં માનું, પહેલા હું ભગતસિંહના માર્ગ પર હતો પણ હાલ હું ગાંધીના માર્ગ પર છું. જોઉં છું કે સરકાર જીતશે કે મહાત્મા.. જયહિંદ.
હાર્દિકનું વજન 900 ગ્રામ ઘટ્યું, બ્લડ-યુરિનના સેમ્પલ આપવા કર્યો ઈન્કાર
હાર્દિકના ડૉક્ટર નમ્રતા વાડોદરીયાએ જણાવ્યું હતું કે, બ્લડ-યુરિનના સેમ્પલ લેવા જરૂરી છે, પણ હાર્દિક પટેલ ના પાડી રહ્યો છે. બ્લડ-સુગરના સેમ્પલ અલગ અલગ સમયે લેવામાં આવ્યા હોવાથી ફેરફાર શક્ય છે. ગઈકાલ કરતા આજ(31 ઓગસ્ટ)ના વજનમાં 900 ગ્રામનો તફાવત આવ્યો છે. હાલ હાર્દિકનું વજન 71 કિલો અને 900 ગ્રામ છે. અમે એમને હજી પણ હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી રહ્યા છીએ અને લિકવિડ તથા અનાજ પણ પેટમાં જવું જરૂરી છે. પાણી બંધ કરવાથી શ્વાસ અને હૃદયના ધબકારામાં પણ ફેરફાર આવી શકે.
સરકારને કંઈક સુઝે એવી પ્રાર્થના કરીયેઃ કળસરિયા
આજે હાર્દિકને મળવા માટે પૂર્વ ધારાસભ્ય અને કોંગી નેતા કનુભાઈ કળસરિયા પહોંચ્યા હતા.
તબિયતનું કારણ આપી રાજદ્રોહના કેસમાં હાર્દિક રહ્યો ગેરહાજર
શુક્રવારે સિટી સેશન્સ કોર્ટમાં રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ ગેરહાજર રહ્યો હોવાથી ચાર્જ ફ્રેમની કાર્યવાહી વિલંબમાં પડી હતી. ગત મુદતે કોર્ટે હાર્દિકને ફરજીયાત હાજર રહેવાનો આદેશ કર્યો હતો. હવે આ કેસમાં આગામી કાર્યવાહી 14મી સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. હાર્દિકના વકીલે ઉપવાસનું બહાનું કાઢ્યું હતું. આ અંગે સરકારી વકીલે દલીલ કરી હતી કે હાર્દિક દર વખતે સામાજિક કારણો અપીને કોર્ટની કાર્યવાહીમાં હાજર રહેતો નથી.