સુબ્રમણ્યમ સ્વામીએ અદાણીની નાગરીકતાને લઈને ઉઠાવ્યા સવાલો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટિકાકાર અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને અદાણીની નાગરિકતાને લઇને સવાલ ઉઠાવ્યા છે. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને પૂછ્યુ કે દુબઇમાં સેંટ કિટ્સ ટાપુની નાગરિકતા લેનાર અદાણી કોઇ બીજો છે કે તેમનો કોઇ સબંધી છે.

સ્વામીએ લખ્યુ, “સંયુક્ત અરબ અમીરાતમાં કાર્યરત મારા ઇઝરાયલના મિત્રએ આજે મને જાણ કરી કે અદાણી નામનો એક વ્યક્તિ, જે હવે દુબઇમાં સ્થાપિત છે, તેણે અચાનક સેંટ કિટ્સ ટાપુની નાગરિકતા લઇ લીધી છે અને મોરેશિયસના માધ્યમથી ભારતને ધન મોકલી રહ્યો છે. શું તે અન્ય એક અદાણી છે કે તેમનો કોઇ સબંધી છે અથવા ડબલ આઇડી છે?”

ભાજપ નેતાના આ ટ્વીટ પર યૂઝર્સે તેમણે ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. બદયા નામના એક યૂઝરે લખ્યુ, મારા એક અફઘાની મિત્ર રોમાનિયામાં રહે છે. તે કહી રહ્યો હતો કે ક્યારેક ક્યારેક સ્વામી બકવાસ ટ્વીટ પણ કરે છે. એક યૂઝરે લખ્યુ, ગત વખતે મે તપાસ કરી હતી કે ઇઝરાયલી નાગરિકને સંયુક્ત અરબ અમીરાતમાં રહેવાની પરવાનગી છે અથવા નથી તે તમારો મિત્ર જ હતો. લાગે છે કે સંયુક્ત અરબ અમીરાતે નિયમ બદલી નાખ્યા છે જે સારા છે.

મેરાજ નામના એક યૂઝરે લખ્યુ, અંધ ભક્તો જોઇ લો, તમારા બાપની લીલા, આ હું નથી કહી રહ્યો ભાજપ સાંસદ જ કહી રહ્યા છે. પહેલા કોંગ્રેસ સરકારમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગતો હતો હવે તો ભાજપની સરકારમાં સીધા પીએમ મોદી પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો જ નથી, સિદ્ધ પણ થતો જોવા મળી રહ્યો છે, સીધી મોદી સરકારે રાફેલમાં દલાલી ખાધી છે.

Scroll to Top