સુરતઃ 15મી ઓગસ્ટ નિમિતે શહેરના અગ્રવાલ સમાજના યુવાનો દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી રૂપે 1100 મીટરના તિરંગાની યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 125થી વધુ શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ આ રેલીમાં જોડાયા હતા.
અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા 1.1 કિલોમીટર લાંબો અને 9 ફુટ પહોળો રાષ્ટ્રધ્વજ લઈને રેલી યોજવામાં આવી હતી. રેલી મગદલ્લા રોડના રીયા પાર્ટી પ્લોટથી નીકળી ડુમસ રોડના વાય જંકશન પર સમાપ્ત થઈ હતી.
લાઈવ ડાન્સ, નૃત્ય નાટીકા અને સાથે સાથે લાઈવ ડિજેમાં દેશ ભક્તિના ગીતો વગાડવામાં આવી ઉજવણી કરાવામાં આવી હતી.
#WATCH 1100 meter long tricolour unfurled in Gujarat’s Surat #IndependenceDayIndia pic.twitter.com/6Kl1kFVDhp
— ANI (@ANI) August 15, 2018
માર્ગમાં પડેલા કચરાની સ્વચ્છતા માટે અગ્રવાલ સમાજના યુવાનો સફાઈ પણ કરી હતી.
રેલીમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, ગુજરાતી, મારવાડી સહિત તમામ ધર્મના લોકો જોડાયા હતા.