પોલીસ વાનની ટક્કરે યુવકનું મોતઃ મૃતકને જ આરોપી બનાવાયો

સુરત શહેરમાં ન્યૂ સિટીલાઇટથી વેસુ શ્યામ મંદિર તરફ જતા રોડ ઉપર અલથાણ ગામ નજીક ટર્ન લેતી ઉમરા પોલીસની વાન સાથે એક સગીર બાઈકસવાર ભટકાયો હતો.સૌથી મોટી વાત એ છે કે, આ ઘટનામાં પોલીસની વાનનો વાંક હતો કારણ કે તે રોંગ સાઈડ આવતી હતી.

પોલીસ વાન સાથે બનેલી અકસ્માતની ઘટનામાં પોલીસે મૃતક આરોપી બનાવી તેની સામે ગુનો દાખલ કર્યો છે. સુરતના વેસુ વિસ્તારમાં પોલીસવાન અડફેટે બાઇક ચાલક સગીરનું કરૂણ મોત નિપજ્યું છે. આ ઘટના બની હતી ત્યારે રવિવારે સાંજે વેસુ ચાર રસ્તા નજીક ઉમરા પોલીસની વાત સાથે અથડાયેલ બાઇક ચાલક સગીરનું કરૂણ મોત નિપજ્યું છે. જો કે ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે તેને બચાવી શકાયો નહોતો.

મૃતક વ્યક્તિ ઉત્તરપ્રદેશના જોનપુરનો વતની અંકિત હતો. આ વ્યક્તિ કામની શોધમાં સુરત આવ્યો હતો અને સુરતના પાંડેસરા વિસ્તારમાં કાકા-કાકીના ઘરે રોકાયો હતો.

ઉમરા પોલીસે આ અકસ્માત માટે આ સગીરને જ જવાબદાર ઠેરવી તેના મૃત્યુ બાદ તેની વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ નવયુવાન પૂરઝડપે બાઇક ચલાવીને આવી રહ્યો હતો. સામેથી પોલીસની વાન જોઇને ડરી જતાં તે સ્લીપ થઇ ગયો હતો. તે અને તેની બાઇક જોરથી પોલીસની વાન સાથે ભટકાઇ હતી જેમાં અંકિતનું મોત નીપજ્યું હતું.

Scroll to Top