સુરતઃ અમદાવાદ ખાતે પાસ નેતા હાર્દિક પટેલનો આજે આમરણાંત ઉપવાસનો આજે સાતમો દિવસ છે. ત્યારે સુરતમાં હાર્દિકના સમર્થનમાં શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા. અને પાટીદારને અનામત, ખેડૂતોનું દેવું માફ અને અલ્પેશ કથિરીયાની જેલ મુક્ત કરવામાં આવી માંગ કરવામાં આવી હતી. જ્યારે સુરતના પાટીદાર વિસ્તારોમાં ઠેર-ઠેર સોસાયટીઓમાં પ્રતિક ઉપવાસ કરવામાં આવી રહ્યા છે.
પુણા ગામમાં યોજાયો શાંતિ હવન
સુરતના પાટીદાર વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી પ્રતિક ઉપવાસ આંદોલન ચાલી રહ્યાં છે. ત્યારે આજે પુણા ગામ ખાતે આવેલી સાગર સોસાયટીમાં શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલા સહિત પાટીદારો જોડાયા હતા. પાટીદારોની મુખ્ય માંગ છે કે, પાટીદાર સમાજ ને અનામત, ખેડુતોના દેવા માફી અને અલ્પેશ કથીરિયા ને જેલ મુક્ત કરવામાં આવે. હાર્દિક પટેલની આ મુખ્ય માંગો સાથે તેમના સમર્થનમાં પાટીદારો ઠેર-ઠેર પ્રતિક ઉપવાસ પર જોડાયા છે.
સરકારને સદબુદ્ધિ આવે તેવા હેતુંથી હવન કરાયો
વરાછા વિસ્તારની સોસાયટીમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ચાલી રહેલા પ્રતિક ઉપવાસમાં કોંગ્રેસના કોર્પોરેટર સહિતના કાર્યકરો પણ જોવા મળી રહ્યાં છે. સરકારને સદબુદ્ધિ આવે તેવા હેતુંથી હવન કરાયો હોવાનું પાટીદારોએ જણાવ્યું હતું