સુરત: રૂપિયાની લાલચ આપીને સિવિલમાં HIV ગ્રસ્ત દર્દીની પત્ની પર દુષ્કર્મ

સિવિલ હોસ્પિટલ સારવાર લઈ રહેલા દર્દીની પત્નિ સાથે હોસ્પિટલના જ કર્મચારીએ દુષ્કર્મ આચર્યું  હોવાનું સામે આવતા ચકચાર મચી છે. ગંભીર બિમારીની સારવાર લઈ રહેલા દર્દીની પત્નિનો મોબાઈલ ગુમ થતા તેને નવો મોબાઈલ લઈ આપવાની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. વોર્ડ બોય તરીકે કામ કરતા કર્મચારીએ મહિલાને 2 હજાર રૂપિયા પણ આપવાનું કહ્યું હતુ, આ બનાવ પછી પરણિતાએ સિવિલ પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી છે.

દુષ્કર્મ આચર્યા બાદ સર્વન્ટે બીજા દિવસે રૂપિયા આપશે તેમ કહીને તે જતો રહ્યો હતો. બીજા દિવસથી સર્વન્ટ દેખાતો બંધ થઈ જતા સમગ્ર મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. છેલ્લા એક સપ્તાહથી પતિ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે.

પીડિતાએ આક્ષેપ કરતા જણાવ્યું કે, 5 વર્ષ પહેલા મારા લગ્ન થયા હતા અને 4 વર્ષથી પતિને એચઆઈવી અને ટીબી છે. એક સપ્તાહથી પતિ સિવિલમાં દાખલ છે. થોડા દિવસ પહેલા મારો ફોન ચોરાયો હતો. ત્યાર બાદ સિવિલ હોસ્પિટલનો એક કર્મચારી 8 દિવસથી મારો પીછો કરતો હતો. શુક્રવારે રાત્રે કર્મચારીએ મોબાઈલ અને રોકડ આપવાની લાલચ આપી મને ત્રીજા માળે લઈ જઈ દાદરની નીચે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ શનિવારે રૂપિયા આપવાને બદલે ભાગી ગયો. મુકાદમ ઓફિસમાં ફરિયાદ કરવા ગઈ તો પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવા જણાવી કોઈ મદદ કરી નથી.

Scroll to Top