કહેવાય છે કે, કળજુગ એવી આકરી રીતે બેઠો છે કે, અત્યારે કોઈના પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. અત્યારે જેના પર સૌથી વધારે વિશ્વાસ કરીએ તે જ વ્યક્તિ દગો કરી જતો હોય છે. આવી જ એક ઘટના સુરતમાંથી પ્રકાશમાં આવી છે.
સુરતમાં રહેતી એક પરિણીતાને તેના સંબંધીએ કોલ કરીને અઘટિત માંગણી કરી હતી. કહ્યું હું તને મારા ઘરમાં બેસાડવા માંગ છું અને તારા પતિને પણ રૂપિયા આપી દઈશ. જેને જે લઈને મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.
સુરતના વરાછા વિસ્તારમાં એલ.એચ. રોડ પર મારુતિ ચોક પાસે આવેલી પરિમલ સોસાયટીમાં રહેતા 23 વર્ષીય પરણિતાએ રમેશ બચુભાઈ ડાભી સામે ફરિયાદ નોંધાવી હતી. બે દિવસ પહેલા આરોપીનો અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કહ્યુંકે, મેં મારું મકાન 80 હજારમાં વેચી દીધું છે. જેમાં જે તને કોઈ પ્રોબ્લેમ નથી ને ? જેથી જે ભરતભાઈએ કહ્યું મને કોઈ વાંધો નથી. જે બાદ તેણે 80 હજારમાં તારી પત્ની મને આપી દે તેમ કહેતા કોલ કટ કરી નાંખ્યો હતો.
જે બાદ રમેશે પરણિતાને ફોન કરીને કહ્યું કે તને મારા ઘરમાં બેસાડવા માંગુ છું, તારા પતિને હું રૂપિયા આપી દઈશ એમ કહી જેમ ફાવે તેમ બોલવા લાગ્યો હતો. ઉપરાંત તેના પતિને મારી નાંખવાની ધમકી આપી હતી. તેને વોટ્સએપ પર ધમકીભર્યા મેસેજ કરતો હતો વરાછા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.