સુરત સ્કૂલનો ફતવો, વાલી શાળાની માહિતી મીડિયાને આપશે તો બાળકને કાઢી મુકાશે

રાયન ઇન્ટરનેશનલ સ્કૂલે નવા સત્રની ડાયરીમાં નોંધ મૂકતાં વિવાદ, સ્કૂલ-મેનેજમેન્ટે વાલીઓને બાંયધરી લખી આપવા જણાવ્યું.

અડાજણની રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને અપાયેલી ડાયરીમાં સ્કૂલની વિરૂધ્ધમાં કોઇપણ માહિતી મીડિયાને આપવામાં આવશે તો વિદ્યાર્થીને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવશે એવી નોંધ સાથે વાલીઓ પાસે બાંહેધરી લેવામાં આવતા વિવાદ ઉભો થયો છે.

ડાયરીમાં વાલીઓ માટે એક વિવાદસ્પદ નોંધ

અડાજણની રાયન સ્કૂલમાં નવું સત્ર શરૂ થઇ ગયું છે. વર્ષ 2018-19ની નવી ડાયરીમાં વાલીઓ માટે એક વિવાદસ્પદ નોંધ છે. જેમાં જણાવાયું છે કે, વાલી સ્કૂલ વિરૂધ્ધની કોઇપણ માહિતી કે ફરિયાદ મીડિયાને આપતાં નજરે પડશે તો તેમના બાળકને સ્કૂલમાંથી કાઢી મુકાશે.

વાલીઓમાં હક્ક-અધિકાર ઉપર તરાપ


બાંહેધરી લેટરમાં વિદ્યાર્થી સાથે તેના માતા-પિતાનો ફોટો લગાડવા સાથે સહી પણ કરાવાઇ રહી છે. આવા ફતવાંથી વાલીઓમાં હક્ક-અધિકાર ઉપર તરાપ મુકાઇ રહી હોવાનો પણ ગણગણાટ શરૂ થયો છે. આ મુદ્દે આગામી દિવસમાં રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિરોધ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top