ટેલિકોમ કંપની એરટેલે સુપર ફાસ્ટ હોમ બ્રોડબેંડ પ્લાન લોંચ કર્યો છે. કંપનીએ તે યૂજર્સને આકર્ષિત કરવા માંગે છે જે હાઇ સ્પીદ ઇન્ટરનેટ ઇચ્છે છે. એરટેલના અનુસાર આ નવા પ્લાન હેઠળ ગ્રાહકોને 300Mbps સુધી અલ્ટ્રા હાઇ સ્પીડ મળશે.
ટેલિકોમ કંપની એરટેલે સુપર ફાસ્ટ હોમ બ્રોડબેંડ પ્લાન લોંચ કર્યો છે. કંપનીએ તે યૂજર્સને આકર્ષિત કરવા માંગે છે જે હાઇ સ્પીદ ઇન્ટરનેટ ઇચ્છે છે. એરટેલના અનુસાર આ નવા પ્લાન હેઠળ ગ્રાહકોને 300Mbps સુધી અલ્ટ્રા હાઇ સ્પીડ મળશે. એરટેલનો આ પ્લાન ફાઇબર ટુ ધ હોમ (FTTH) પર આધારિત છે અને તેના માટે ગ્રાહકોને દર મહિને રેંટલના રૂપમાં 2199 રૂપિયા આપવા પડશે. તેના હેઠળ 1200GB અલ્ટ્રા હાઇ સ્પીડ ડેટા મળશે. સાથે જ અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલિંગની પણ સુવિધા મળશે.
એરટેલ એપ્સનું સબ્સિક્રિપ્શન ફ્રી
આ પ્લાનને લેશો તો એરટેલ એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે. તેમાં વિંક મ્યૂઝિક અને એરટેલ ટીવી એપનો સમાવેશ થાય છે. કંપનીના અનુસાર મ્યૂઝિકમાં 3 મિલિયનથી વધુ ગીતો છે, જ્યારે એરટેલ ટીવીમાં 350થી વધુ લાઇવ ચેનલ્સ છે અને તેમાં 10 હજારથી વધુ ફિલ્મ અને ટીવી શોઝ છે.
FTTH નો અવકાશ વધારશે એરટેલ
ભારતીય એરટેલ હોમ્સના સીઇઓ જોર્જ મૈથેને લોંચ દરમિયાન કર્યું કે ‘V Fiber હોમ બ્રોડબેંડની સફળતાં જોતાં અમે FTTH આધારિત હાઇ સ્પીડ પ્લાન લોંચ કરી રહ્યાં છીએ. આ તે લોકો માટે છે જે હાઇ સ્પીડ ડેટા ઇચ્છે છે. આગામી સમયમાં અમે FTTH નો દાયરો વધારીશું અને અમારા ગ્રાહકોને હોમ બ્રોડબેંડ પ્લાન્સમાં અલગ-અલગ પ્રાઇસ પ્લાન પર વધુ ઓપ્શંસ આપીશું.’
રોલ ઓવર થશે ડેટા
એરટેલના અનુસાર જો મહિનામાં ડેટાનો ઉપયોગ થઇ શકતો નથી તો ડેટા રોલ ઓવર પ્લાનની પણ સુવિધા મળશે. તેના હેઠળ મહિનામાં નક્કી ડેટા યૂઝ ન કર્યો તો તે ડેટા આગામી મહિનામાં એડ થઇ જશે. આ ઉપરાંત કંપની myHome રિવોર્ડ અંતગર્ત યૂજર્સને ફ્રી ડેટા પણ આપવાનો દાવો કરે છે. જોકે એરટેલ હોમ બ્રોડબેંડ અને ફિકસ્ડ લાઇન સર્વિસ દેશના 89 શહેરોમાં આપે છે અને દાવો છે કે આ દેશની બીજા નંબરની ફિકસ્ડ લાઇન બ્રોડબેંડ સર્વિસ પ્રોવાઇડર છે.