સુરતના ચાર વેપારીઓને પોલીસે નગ્ન કરી લોક-અપમાં પૂર્યા, વીડિયો થયો વાયરલ

સુરતઃ શહેરમાં રહેતા ચાર વેપારીઓને નવસારી કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેમણે ફરિયાદ કરી કે પોલીસે તેમની સાથે ગેરવર્તણુક કરતા ખોટી રીતે માર મારી, કપડા કાઢી લોકઅપમાં નગ્ન અવસ્થામાં બેસવા માટે ફરજા પાડી હતી. જે બાદ કોર્ટે તેમને જામીન આપતા ચારેય વેપારીઓ મિત્રો સારવાર અર્થે હોસ્પિટલમાં પહોંચ્યા હતા જે બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ દરમિયાન ચારેય કથિત આરોપીઓનો એક નગ્ન વીડિયો પણ વાયરલ થઈ જતા ઠેરઠેર પોલીસની કામગીરી સામે પ્રશ્ન ઉઠઈ રહ્યા છે.

સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા એક બિલ્ડર સહિત ચાર મિત્રો વાપીથી સુરત પરત ફરી રહ્યા હતા ત્યારે તા. 12મીએ બોરિયાચ ટોલનાકા પાસે એક સિવિલ ડ્રેસમાં એક વ્યક્તિએ કાર અટકાવી ગાડીના કાગળિયા માગ્યા. સામા પક્ષે ચારેયને શંકા ગઈ કે આ ખરેખર પોલીસ નથી પણ નકલી પોલીસ છે. જેથી પોલીસ કર્મચારી પાસે ઓળખપત્ર માગ્યું. બસ આટલી ભૂલ ચારેયને નડી. પોલીસે નગ્ન કરી ઢોર માર માર્યો. ચારેયને જ્યારે પોલીસે કોર્ટમાં રજૂ કર્યા ત્યારે ઇજા જોઈને મહિલા જજે પૂછ્યું આ ઇજા કેવી રીતે થઈ ? જેના પ્રત્યુત્તરમાં ચારેય યુવાનોએ પોલીસની હેવાનિયતની કેફિયત આપી હતી. જજે ચારેયની અલગ અલગ ફરિયાદ નોંધી હતી. અને સારવાર માટે સિવિલ હોસ્પિટલે મોકલ્યા હતા.

જ્યારે નવસારીના ઇન્ચાર્જ એસપી એસ જી. રાણાએ પોલીસની આ કરતૂતનો બચાવ કરતા કહ્યું કે, ‘જ્યારે ટોલનાકા પાસે કારને રોકવામાં આવી ત્યારે ચારેય વ્યક્તિઓ દારુના નશામાં હતા. તેમજ ચેકિંગ માટે કારના પેપર માગનાર પોલીસ કર્મચારી સાથે મારામારી અને ઝપાઝપી કરી હતી. જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને જ્યારે કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા ત્યારે તેમણે પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરી હતી.’

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here