તારક મહેતાની ઉલ્ટા ચશ્મામાં ‘ટપ્પુ’ ભવ્ય ગાંધીના પિતાનું કોરોનાથી નિધન

તારક મહેતાની ઉલ્ટા ચશ્મામાં ટપ્પુનું પાત્ર નિભાવનાર ભવ્ય ગાંધીના પિતા વિનોદ ગાંધીનું કોરોનાના કારણે નિધન થઈ ગયું છે. તે છેલ્લા 10 દિવસથી કોરોના વાયરસ સામે ઝઝૂમી રહ્યા હતા અને વેન્ટિલેટર પર હતા. ભવ્ય ગાંધી તેમના પરિવાર સાથે મુંબઇમાં રહે છે.

વિનોદ ગાંધી બિઝનેશમેન હતા. તેમના પરિવારમાં તેમની પત્ની યશોદા ગાંધી અને બે પુત્રો (નિશ્વિત ગાંધી અને ભવ્ય ગાંધી) છે. નિશ્વિતના લગ્ન થઈ ગયા છે. ભવ્ય ગાંધીએ પણ પોતાનો અભ્યાસ પૂરો કરી લીધો છે અને હવે તે પોતાની એક્ટિંગ કારકિર્દી પર ફોકસ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, ભવ્ય ગાંધીએ ચાર વર્ષ પહેલા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડી દીધો હતો. તે વર્ષ 2008 માં આ શોમાં જોડાયા હતા અને લગભગ નવ વર્ષ સુધી તેના એક ભાગ રહ્યા હતા. શોમાં તે જેઠાલાલ (દિલીપ જોશી) અને દયા ભાભી (દિશા વાકાણી) નાં પુત્ર ટપ્પુનો રોલ ભજવી રહ્યા હતા. ભવ્યના શો છોડી દીધા બાદ તેની જગ્યા રાજ આનંદકટે લઇ લીધી છે.

તારક મહેતાને છોડ્યા બાદ ટપ્પુએ એક ગુજરાતી ફિલ્મમાં પણ કામ કર્યું હતું. તેની સૌથી પ્રથમ ગુજરાતી ફિલ્મમાં તે મનોજ જોશી, કેતકી દવે અને જોની લિવર જેવા પ્રતિભાશાળી કલાકારો સાથે જોવા મળ્યા હતા. આ શો છોડ્યાના ઘણા વર્ષો બાદ તેની પાછળનું કારણ એ હતું કે, સીરીયલમાં તેમને વધુ સ્ક્રીન સ્પેસ મળી રહ્યો નહોતો.

Scroll to Top