News

તહેવારો નાં દિવસે થશે ગુજરાતમાં મેઘરાજાની આગમન,આજથી લઈને 5 દિવસ આ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય.

હાલ જ્યારે લોકો તહેવાર ને લઈને ખુબજ ઉત્સાહ માં છે ત્યારે હવામાન વિભાગે મોટી જાહેરાત કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું એક લો પ્રેશર ડિપ્રેશનમાં પરિણમ્યા બાદ હવે આગામી 48 કલાક દરમિયાન વાવાઝોડામાં પરિણમવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાઈકલોનિક સર્ક્યુલેશન આરંભમાં પૂર્વ ઉત્તરીય દિશામાં આગળ વધશે અને ત્યાર બાદ પશ્ચિન ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધવાની શકયતા છે.

આ સિસ્ટમને કારણે કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના તટીય વિસ્તારોમાં વરસાદ રહેશે.ગુજરાતમાં દિવાળીના તહેવારાની શરૂઆત થઇ ચુકી છે, ત્યારે હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે દિવાળીના દિવસે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે.અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે તે 12 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે.

છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે અમેરલી, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, સુરત, સહિતના જિલ્લાઓમાં ખેડૂતોના પાકને નુકશાની થઈ હોવાના અહેવાલો આવી રહ્યા છે ત્યારે હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોની સમસ્યામાં વધારો થવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહીના પગલે દરિયા કિનારાના વિસ્તારો અને ખાસ કરીને દ્વારકા, પોરબંદરમાં માછી મારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ ડિપ્રેશન આગામી 12 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી વકી છે. દક્ષિણ પશ્ચિમ મુંબઈથી 492 કિમી દૂર સમુદ્રમાં ડિપ ડિપ્રેશન સક્રિય થયું છે.વાવાઝોડાની શક્યતાના પગલે દ્વારકાના સલાયા, વાડિનાર, ભોગાત, નાવદ્રા બેટના બંદરોને દરિયો ન ખેડવા તાકીદ કરી છે. રાજ્યમાં એક તરફ ખેડૂતોની મગફળી અને ડાંગર સહિતના અનેક પાકો તૈયાર થઈ ગયા છે. રાજ્યના માર્કેટિંગ યાર્ડમાં ઠેરઠેર મગફળી સહીતની ઉપજની આવક થઈ રહી છે ત્યારે હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો ચિંતામાં છે અને અન્ય લોકો પણ વધારે ચિંતામાં છે એક બાજુ તહેવાર અને એક બાજુ વરસાદ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker