ટેટની પરીક્ષાનું પેપર 7 લાખમાં વેચાયું, 48 ઉમેદવારોને ક્યાં બોલાવીને અપાયું હતું પેપર? જાણો વિગત

સાબરકાંઠા: 28મીએ પુરી થયેલી ટેટની પરીક્ષા અગાઉ જ તેનું પેપર ફૂટી ગયું હોવાનું બહાર આવ્યું હતું. એક ઉમેદવાર પાસેથી બાયડ તાલુકાના ત્રણ શિક્ષકો દ્વારા ચિલોડાની એક હોટલમાં બોલાવી પેપરના રૂપિયા 5થી 7 લાખ લઈ 48 ઉમેદવારોને પેપર વહેંચણી કરાઈ હોવાની ચર્ચાઓએ જોર પડક્યું છે. આ કૌભાંડ બહાર આવતાં જ ત્રણેય શખ્સો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પરીક્ષા હતી તે દિવસે પણ ટેટનું પેપર ફૂટી ગયું હોવાની ચર્ચાઓ ચાલતી હતી.

સમગ્ર ગુજરાતમાં એક તરફ તલાટી કાંડની શાહી હજુ સુકાઈ નથી. ત્યારે ટેટ પેપર કાંડ બહાર આવ્યું છે. 28 જુલાઈના રોજ લેવાયેલ ટેટની પરીક્ષાનું પેપર અગાઉથી જ ફૂટી જઇ બહાર આવી ગયું હતું. આ પેપર ફોડવામાં બાયડના શિક્ષકો હોવાનું ચર્ચા ચાલી રહી છે.

કૌભાંડ આચરનારાઓએ 48 જેટલા ઉમેદવારોને ચિલોડા નજીકની હોટલ તથા અન્ય સ્થળોએે બોલાવી એક-એક ઉમેદવારો પાસેથી રૂપિયા 5થી 7 લાખ ઉઘરાવ્યાનું બહાર આવ્યું છે. કૌભાંડના પગલે હોશિયાર વિદ્યાર્થીઓના ભાવિ ઉપર મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે.

જોકે, કૌભાંડ કરનાર ત્રણેય શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને આવા કૌભાંડ પહેલા પણ કર્યા છે. ચર્ચાઓ વચ્ચે ત્રણેય શખ્સ ભૂર્ગભમાં ઉતરી ગયા હોવાનું બહાર આવ્યું છે. ટેટ પેપર કાંડ એક તરફ અરવલ્લીમાં જોર સોરથી ચર્ચામાં ચાલી રહ્યું છે. ત્યારે કૌભાંડકારો ભુર્ગભમાં ઉતરી ગયા છે. નજીકના સમયમાં આ મામલે પોલીસ ફરિયાદ થાય તેવી શક્યાતાઓ જોવા મળી રહી છે.

ટેટ પેપર કાંડમાં બાયડ તાલુકાનો શખ્સ તથા તેનો ભાણીઓ જે ચોઈલા નજીકના ગામમાં રહે છે તેઓની જોડીએ મોટું કૌભાંડ કર્યાનું ચર્ચામાં ઉઠ્યું છે. જેમની સાથે અન્ય એક શિક્ષક શખ્સ હોવાનું ખુલ્યું છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button