યુપીએસસીની પરીક્ષા ભાગ્યેજ કોઈ વ્યક્તિ ક્લિયર કરી શકતો હોય છે. આ પરીક્ષા એટલી અઘરી હોય છે. કે લોકો બીજી કે ત્રીજા ટ્રાયલે પરીક્ષા પાસ કરતા હોય છે. પરંતુ જો ખરી મહેનત કરીને પરીક્ષા આપવામાં આવે તો તમે સફળ જરૂરથી થઈ શકો થો. આજે અમે તમને એક એવા વ્યક્તિ વીશે માહિતી આપવા જઈ રહ્યા છે. જે 12માં ધોરણમાં નાપાસ થયો હતો. પરંતુ આજે તે આઈએએસ અધિકારી છે.
અમે વાત કરી રહ્યા છે સૈય્યદ રિયાજ અહમદ વીશે જે એક આઈપીએસ અધીકરી છે. સાથેજ તેઓ મહારાષ્ટ્રના નાસિકના રહેવાસી છે. 2018માં તેમણે યુપીએસસીની પરીક્ષા ક્લીઅર કરી હતી. જોકે તમને નવાઈ લાગશે તે તેમનો પાંચમો પ્રયાસ હતો કે જ્યારે તેમણે પરીક્ષા આપી હતી,
આજે તેમની ઓળખતો દરેક વ્યક્તિ તેને જોઈને ખુશ થતો હોય છે. તેઓ 12માં ધોરણમાં નાપાસ થયા હતા. જેથી તેમણે પોતાની જાતને કઈક અલગ સાબિત કરીને બતાવી હતી. જેથી તેમણે યુપીએસસી પરીક્ષા ક્લીઅર કરવાનું વિચાર્યું અને આજે તેઓ એક સફળ વ્યક્તિતવ ધરાવે છે. તેમનું 10માં ધોરણમાં પણ સારુ પરિણામ નહોતું આવ્યું જેના કારણે તેમને લોકો ઝીરો કહેતા હતા.
2008માં તેમણે 12માં ધોરણની પરિક્ષા આપી ત્યારે તોઓ નાપાસ થયા હતા જેથી તેમને ફરીથી પરિક્ષા આપવી પડી હતી. નાપાસ થવાને કારણે લોકોનો દ્રષ્ટિકોણ તેમના પ્રત્યે ઘણો નેગેટિવ રહેતો હતો. પરંતુ તેમણે ફરીથી 12માં ધોરણની પરીક્ષા આપી તેઓ પાસ થયા અને સાથેજ તેમણે બીએસસીમાં એડમીશન પણ લીધું હતું.
તેમના પિત સરકારી નોકરી કરતા હતા. જેથી તેમને કામ કરવા પર ક્યારેય પણ દબાણ કરવામાં નથી આવ્યું. પરંતુ રિયાજ ભણતી વખતે હંમેશા વિચારતા હતા કે તેમને જલ્દી સેટ થઈ જવું છે. ગ્રેજ્યુએશન પછી તેમણે પુણે યુનીવર્સીટીથી એમબીએ કર્યું પરંતુ તેઓ પોતાને આઈએએસ ઓફિસર બનેલો જોવા માગતા હતા.
તેમણે યુપીએસસીની પરિક્ષા માચે પહેલા પણ ચાર વખત પ્રયાસ કર્યો હતો. પરતું ત્યારે તેમને સફળતા ન મળી જોકે તેમણે ક્યારેય પણ હાર નહોતી માની તેમના પિતા તેમનો સાથ આપતા હતા જેથી તેમન હિંમત રહેતી હતી. પાંચમી વખત તેમણે રાત દિવસ એક કરીને મહેનત કરી ત્યારે તેઓ સફળ રહ્યા હતા.
2019માં જ્યારે તેમનું રિઝલ્ટ આવ્યું ત્યારે તેમણે જોયું કે તેઓ પાસ થઈ ગયા છે. સાથેજ તેમનો 261મો નંબર આવ્યો છે. ઉલ્લેખનીય છે કે લોકોના કહેવાથી તેમણે ક્યારેય પણ હાર નહોતી માની અને તેઓ પ્રયાસ કરતા રહેતા હતા. જેના કારણે આજે તેઓ એક સફળ વ્યક્તિત્વ ધરાવનર વ્યક્તિ છે. સાથેજ તેમના પિતા પણ આજે તેમના પર ગર્વ અનુભવતા હોય છે.