ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેની સ્થિતિ ફરી એકવાર તણાવપુર્ણ થઈ ગયા છે. ઈઝરાયેલે પેલેસ્ટાઈના ચમરપંથી ગ્રૃપના ભડકાઉ ફુગ્ગાઓ છોડ્યા બાગ ગાઝામાં જોરદાર બોમ્બમારો કર્યો છે. આ પહેલાં મેમાં અનેક દિવસો સુધી ચાલેલાં સંઘર્ષ બાદ બંને પક્ષોની વચ્ચે સીઝફાયર થયું હતું. ઈઝરાયેલનું કહેવું છે કે હમાસ તેના વિસ્તારમાં કોન્ડોમની અંદર જ્વલનશીલ પદાર્થ કે વિસ્ફોટક ભરીને હુમલો કરી રહ્યો છે.
આ હુમલા અંગે ઈઝરાયેલે કહ્યું કે જ્યારે હમાસ તરફથી ઈઝરાયેલ બાજુ ગોળા ફેકવામાં આવ્યા ત્યારે ઈઝરાયેલા આ હુમલો કર્યો છે. તેની બરાબર પહેલા હાલમાં જ ઈઝરાયેલી દક્ષિણપંથીઓએ પૂર્વ જેરૂસેલમ તરફ કૂચ કરી હતી જેમાં ખુબ ઉત્તેજક નારા પણ લાગ્યા હતા. જેના કારણે પેલેસ્ટાઈન ખુબ નારાજ થયું હતું.
કોન્ડોમ બોમ્બ ઉપરાંત ઘરોમાં બનાવેલી પતંગોથી પણ વિસ્ફોટક પદાર્થો દ્વારા ઈઝરાયેલી વિસ્તારોમાં આગ લગાવવામાં આવી રહી છે. આ કોન્ડોમ બોમ્બ પર હેપ્પી બર્થ ડે અને આઈ લવ યુ પણ લખવામાં આવે છે. જેથી લોકો લાલચમાં આવી જાય અને ફુગ્ગાઓ પકડી લે. એક્સપર્ટના કહેવા અનુસાર આ પ્રકારના ફુગ્ગાઓને હવામાં પાડી દેવા સરળ હોતા નથી. અને આ જ કારણે હમાસના સભ્યો આવા હુમલાઓમાં સફળ રહે છે.
મહત્વનું છે કે, હમાસ અને ઈઝરાયલ વચ્ચે 11 દિવસ ચાલેલા યુદ્ધનો 21 મે 2021 ના રોજ અંત થયો હતો. અહીંયા એક સીઝફાયર સમજૂતિ પણ થઈ હતી. આ સીઝફાયર સમજૂતિનો હવે અંત આવતો જોવા મળી રહ્યો છે. આ યુદ્ધમાં ઈઝરાયેલ અને હમાસ બંને તરફથી ખુબ હવાઈ હુમલા થયા હતા. જેમાં 250થી વધુ લોકો માર્યા ગયા હતા. જેમાંથી મોટાભાગના પેલેસ્ટાઈનના નાગરિકો હતા.