નવસારીમાં યુવકે બ્લડ કેન્સર હોવાનું કહી સગીરાની લાગણીનો લાભ ઉઠાવતા અવાવરૂં ફાર્મ હાઉસમાં લઈ જઈને હાથ બાંધી આચર્યું દુષ્કર્મ

નવસારીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવતિ સાથે બીમાર કહીને શરીર શુખ માણવામાં આવ્યું છે. જેના કારણે ચકચાર મચી ગયો છે. નવસારી જિલ્લામાં રહેનાર અને અભ્યાસ કરનાર 16 વર્ષીય સગીરાને તેના માતા-પિતા દ્વારા અભ્યાસ માટે મોબાઈલ ફોન અપાવવામાં આવ્યો હતો. જ્યારે મોબાઈલમાં વ્હોટ્સએપ પર મિસકોલ દ્વારા એક અજાણ્યા યુવક સાથે તેને વાત શરૂ કરી હતી. અજાણ્યા યુવક સાથેની મિત્રતાને કારણે સગીરાની જિંદગી વેરવિખેર થઈ ગઈ છે.

આ મોબાઈલ પર અજાણ્યા નંબરથી આવેલા મિસ કોલ બાદ યુવક પોતાનું નામ રાહુલ હોવાનું કહીને સગીરા સાથે વ્હોટ્સએપ દ્વારા વાતચીત કરતો હતો. ત્યારબાદ પોતાને બ્લડ કેન્સર જેવી ગંભીર બીમારી હોવાનું કહીને સગીરાને અજાણ્યા યુવક દ્વારા તેને વાતોમાં ફસાવી હતી. જેના કારણે તેની ખબરઅંતર પૂછવા માટે તે ઘરેથી સ્કૂલે જાઉં છું કહીને તે પારડી ચાર રસ્તા યુવકના કહેવા અનુસાર ચિરાગ નામના યુવક સાથે બાઈક પર બેસી ચાલી ગઇ હતી. ત્યારબાદ પારડીના ડુંગરી ગામે અવાવરૂં ફાર્મ હાઉસમાં લઈ જઇ રાહુલ ચિરાગ કોઈ નહિ તેમ તેને જણાવ્યું અને કહ્યું કે, હું પોતે જ અમિત બારિયા છું અને તારી જોડે વ્હોટ્સએપ પર વાતચીત કરું છું. ત્યારબાદ તેને સગીરાના હાથ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.

આ બાબતમાં ફરિયાદ દાખલ થતાં જ પોલીસે આરોપી અમિત કાંતિભાઈ બારિયાની ઓરવાડ ગંગેશ્વર મહાદેવ મંદિર પાછળ, ઓમ સોસાયટી, આશીર્વાદ બંગલો ખાતે તેની ધરપકડ કરી પૂછપરછ કરતાં આરોપી ડુંગરી ફ્લિમ ટેક કંપનીમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા યુવક સામે પોસ્કો, બળાત્કાર અને એટ્રોસિટીની કલમ લગાવી તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવી છે.

Scroll to Top