ગાયત્રીમંત્રનો દરરોજ જાપ કરવાથી થાય છે આવા લાભ..જાણો

મોટાભાગના લોકોને ગાયત્રી મંત્ર યાદ હશે..આ મંત્ર આપને નાનપણથી સાંભળતાં આવ્યા છે, ત્યારે આજે વાત કરીશું એજ મંત્રની .

મંત્રની આવી છે અસર.

નાનપણથી જ જ્યારે શાળામાં હોય ત્યારથી ગાયત્રીમંત્ર શીખવાડવામા આવે છે. જે પછીથી સવારની પ્રાર્થના બની જાય છે. ઓમ એક શબ્દમાં સમગ્ર બ્રહ્માંડ સમાયેલું છે. જેનો અવાજ માનવીને તૃપ્ત કરી દે છે. ગાયત્રીમંત્ર એકમાત્ર એવો મંત્ર છે જે દરેક કાળમાં માનવીને અનેક ચિંતાઓથી અને તાણથી મુક્તિ અપાવીને ભયમુક્ત કરી દે છે. ગાયત્રીમંત્રનું ઉચ્ચારણ સર્વ દુઃખ અને મુશ્કેલીઓ સામે લડવા માટેની ક્ષમતા પૂરી પાડે છે. આ ઉપરાંત આ મંત્રનો જાપ કરનાર વ્યક્તિની આસાપાસ એક આભામંડળ પણ બનાવે છે. જે જે વ્યક્તિને નકારાત્મક શક્તિથી બચાવે છે.

અનોખું ફળ પ્રદાન કરે છે.

આ એક દેવીમંત્ર છે જે વ્યક્તિને અદ્ભૂત ફળ પ્રદાન કરે છે. આ મંત્રનો જાપ-શ્રવણથી ઈશ્વરની નજીક પહોંચી શકાય છે. ગાયત્રીમંત્રનો અર્થ પણ ખૂબ સારો થાય છે. જે વ્યક્તિને અંદરથી મજબૂત બનાવે છે. ઓમ ભૂર્ભુવ સ્વઃ તત્ સવિતુર્વરેણ્યં, ભર્ગો દેવસ્ય ધીમહી, ધિયો યો નઃ પ્રચોદયાત. આ મંત્રનો અર્થ થાય છે કે, એ પ્રાણ સ્વરુપ, દુઃખનાશક, સુખસ્વરુપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક દેવસ્વરુપ, પરમાત્માને અમે અંતઃકરણમાં ધારણ કરીએ. જે પરમાત્મા આપણી બુદ્ધિને સાચા માર્ગે આગળ વધવા માટે પ્રેરિત કરે.

ભગવાન સૂર્યની સ્તૂતિ.

આ મંત્રને ભગવાન સૂર્યની સ્તૂતિ અર્થે કરવામાં આવે છે. આ સરળ
મંત્ર ગમે ત્યારે કરી શકાય છે. પરંતુ, શાસ્ત્રો અનુસાર દિવસમાં ત્રણવાર જાપ કરવાથી ફાયદો થાય છે. વહેલી સવારે સૂર્યોદય પહેલા આ મંત્રનો જાપ કરવો જોઈએ. ત્યાર બાદ બપોરના સમયે એક વખત જાપ કરવો જોઈએ અને સાંજે સૂર્યાસ્ત બાદ આ મંત્રનો જાપ કરવો જોઈએ.

ગાયત્રી મંત્રના ફાયદા.

હિન્દુધર્મ અનુસાર આ મંત્રનો જાપ કરવાથી માનવીને અનેક ફાયદા થાય છે. આ મંત્રથી વ્યક્તિને માનસિક શાંતિ થાય છે. ચહેરનું તેજ વધે છે. વ્યક્તિ આનંદિત રહે છે. શરીરની ઈન્દ્રિયો બેસ્ટ બની રહે છે. ગુસ્સાનું પ્રમાણ ઓછું થાય છે અને બુદ્ધિનો વિકાસ થાય છે. તેથી દરરોજ એક વખત તો ગાયત્રીમંત્રનો જાપ કરવો જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top