ગુજરાતમાં બુટલેગરો પ્રતિદિવસ દારૂ ઘુસાડવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે. કંઈક એવું જ સુરતના બૂટલેગરોએ કર્યું હોવાનું સામે આવ્યું છે. જોકે, બૂટલેગરોએ શાતીર દિમાગ અપનાવ્યો હોવા છતાં પોલીસ તેમનાથી એક સ્ટેપ આગળ ચાલી રહી છે.
સુરતમાં કેટલાક બુટલેગરો દારૂ ઘૂસાડવા માટે એક નવી તરકીબ અજમાવી હતી. જોકે, તે છતાં પણ પોલીસે દારૂ ઘુસાડવાની કોશિશને નિષ્ફળ બનાવી દીધી હતી. સુરતની ડિંડોલી પોલીસે ચેક પોસ્ટ પાસેથી પસાર થતા ટેમ્પાને અટકાવી તેની ચેકિંગ કરતા ટેમ્પામાં ચોરખાનું બનાવી મોટા પ્રમાણમાં દારૂ લાવવામાં આવી રહ્યો હોવાનો ભાંડાફોડ કર્યો હતો. પોલીસે દારૂ લાવનાર ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી છે. આ ટેમ્પોમાં દારૂ સંતાડવાની જગ્યા જોઈને પોલીસ પણ એક સમયે અંચબામાં પડી ગઈ હતી.
પોલીસે આ મામલે દારૂ મોકલનાર સહિતના ડ્રાઇવર મળી કુલ બે લોકોના વોન્ટેડ જાહેર કરી રૂપિયા 4 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરતમાં દારૂની ડિમાન્ડ જેમ જેમ વધતી જાય છે તેમ તેમ બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે ત્યારે આવી નવા પ્રકરની તરકીબનો વધુ એકવાર સુરતની પોલીસે પર્દાફાશ કર્યો છે.