બાળકને હતી ગંભીર બિમારી, સારવારનો ખર્ચ હતો કરોડો રૂપિયાઃ પણ લોકોએ મદદ કરી બચાવી લીધો જીવ

હૈદરાબાદનો 3 વર્ષનો બાળક એક ગંભીર બિમારીથી પીડિત છે અને તેની સારવાર માટે 16 કરોડ રૂપિયાનું એક ઈન્જેક્શન જોઈતું હતું. બાળકની મદદ માટે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જેવી કેટલીય મોટી હસ્તીઓએ આગળ આવીને તેને મદદ કરી હતી એટલે તેની સારવાર શક્ય બની.

હકીકતમાં અયાંશ નામના આ બાળકને સ્પાઈનલ મસ્કુલર એટ્રોફિ નામની એક દુર્લભ ગણાતી બિમારી હતી. આ બિમારીની સારવાર માટે એક મોંઘા ઈન્જેક્શનની જરૂર હતી જેની કિંમત 16 કરોડ રૂપિયા હતી.

બાળક એક સામાન્ય પરિવારમાંથી આવે છે એટલે તેના પરિવાર માટે એટલા પૈસા નહોતા કે આટલું મોંઘુ ઈન્જેક્શન કરીને બાળકની સારવાર કરાવી શકે. પૈસા એકત્ર કરવા માટે અયાંશના માતા-પિતાએ ક્રાઉડફંડિંગ માટે મહેનત શરૂ કરી હતી. જો કે, આ કામમાં વિરાટ અને અનુષ્કા સહિતના અનેક લોકો આગળ આવ્યા અને અનેક લોકોએ કરેલી મદદના કારણે આ બાળકને ઈન્જેક્શન આપવું શક્ય બન્યું.

રેનબો ચિલ્ડ્રન હોસ્પિટલે દુર્લભ જીન થેરેપીનું ઓપરેશન કર્યું અને ત્રણ વર્ષ જૂના એસએમએ કેસની સારવાર કરી અને વિશ્વની સૌથી મોંઘી દવા ઓલ્ગેન્સ્માનો (ZOLGENSMA) ઉપયોગ કરીને બાળકને બચાવી લેવાયો.

Scroll to Top